Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ચિરંજીવીને સાંભર્યું ગોધરા, પવનની મોદી સાથે મુલાકાત પર નારાજ!

હૈદરાબાદ, 21 માર્ચ : કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા તથા અભિનેતા કે. ચિરંજીવીને પોતાના નાના ભાઈ પવન કલ્યાણનું ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મળવું ગમ્યું નહીં.

ચિરંજીવીએ વિશાખાપટ્ટનમ ખાતે મીડિયાને જણાવયું કે પવને મોદી સાથે મુલાકાત નહોતી કરવી જોઇતી, કારણ કે તેઓ ગોધરા કાંડ બાદ થયેલ રમખાણોમાં સંલિપ્તતાના આરોપી છે. ચિરંજીવીએ જણાવ્યું - મને વિશ્વાસ છે કે મારો ભાઈ બિનસામ્પ્રદાયિક છે, પણ ભાજપના સામ્પ્રદાયિક કહેવાતા મુખ્ય નેતા સાથે તેની મુલાકાતથી હું આશ્ચર્યચકિત છું. સાઉથના સ્ટાર અભિનેતા ચિરંજીવીએ જણાવ્યું - ખબર નહીં, મારા ભાઈને તેની માહિતી પણ છે કે નહીં કે મોદી ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલ રમખાણોમાં લિપ્તતાના આરોપો સામે ઝઝુમી રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કે ચિરંજીવી શું કહે છે :

પવન-મોદી મુલાકાત

પવન-મોદી મુલાકાત

તેલુગુ ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા પવન કલ્યાણે ગત અઠવાડિયે જન સેના પાર્ટીની રચના કરી હતી અને ગઈકાલે તેમણે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

મોદીને ટેકો

મોદીને ટેકો

પવન કલ્યાણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની ઉમેદવારીમાં ટેકો આપવાની જાહેરાત પણ કરી હતી.

ચિરંજીવી નારાજ

ચિરંજીવી નારાજ

કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા તથા અભિનેતા ચિરંજીવી પોતાના નાના ભાઈ પવન કલ્યાણની મોદી સાથેની મુલાકાત સામે નારાજ છે.

મોદીએ માફી નથી માંગી

મોદીએ માફી નથી માંગી

ચિરંજીવીએ જણાવ્યું કે ગુજરાતના રમખાણો અંગે રાજનાથ સિંહ અને અન્ય ભાજપ નેતાઓએ સ્પષ્ટીકરણો આપ્યા છે, પણ મોદીએ નથી કોઈ સ્પષ્ટીકરણ આપ્યું કે નથી માફી માંગી.

...તો વાંધો નથી

...તો વાંધો નથી

આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચિરંજીવીએ કહ્યું - જો મારા ભાઈએ મોદી પાસે સ્પષ્ટીકરણ માંગ્યા બાદ તેમની મુલાકાત લીધી હોય, તો શક્ય છે કે હું તેનો સ્વીકાર કરી લઉં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X