મોટો ખુલાસોઃ હેલિકોપ્ટર ડીલનું સ્વિસ બેન્ક કનેક્શન

હૈશ્કેએ પૂર્વ વાયુ સેનાધ્યક્ષ એસપી ત્યાગીના એક સંબંધી જુલી ત્યાગીનું કનેક્શન સ્વિસ બેન્ક સાથે જોડ્યું છે. હૈશ્કે અનુસાર જુલી ત્યાગી પાસે સ્વિત્ઝરલેન્ડની કોર્નર બેન્કના ક્રેડિટ કાર્ડ હતા, હૈશ્કેએ જણાવ્યું છે કે, ફેબ્રુઆરી 2012માં જુલી ત્યાગી સ્વિત્ઝલરલેન્ડ હતા. ત્યારે તેમણે જુલી ત્યાગી પાસે કોર્નર બેન્કના ક્રેડિટ કાર્ડ જોયા હતા, જેને જુલી ત્યાગીએ એક્ટિવેટ પણ કરાવ્યા હતા. હૈશ્કે અનુસાર જુલી ત્યાગી ઘણી વખત લુગાનો આવ્યા હતા.
હૈશ્કેએ મેજિસ્ટ્રેટને એમ પણ જણાવ્યું કે ડીલમાં આપવામાં આવેલી લાંચની તમામ રકમ જુલી ત્યાગીને જ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે સાડા ત્રણ હજાર કરોડની હેલિકોપ્ટર ડીલમાં 10 ટકાની દલાલી સામે આવી હતી, પરંતુ અત્યારસુધી કોઇ બેન્કનુ નામ બહાર આવ્યું નહોતુ. પહેલીવાર જુલી ત્યાગીનું કનેક્શન સ્વિત્ઝરલેન્ડની કોર્નર બેન્ક સાથે જોડાયેલા છે. તેવામાં ઇટલી ગયેલી સીબીઆઇની ટીમને કૌભાંડમાં તપાસ કરવામાં મદદ મળશે.












Click it and Unblock the Notifications
