ચોપર ડીલઃ લાંચની 60 ટકા રકમ ત્યાગી બંધુઓને અપાઇ'તી

ઇટલીની એજન્સીએ જે 64 પેજની ચાર્જશીટ દાખલ કરી છે, તે અનુસાર ઓગસ્ટા વેસ્ટલેન્ડે આઇડીએસ ઇન્ફોટેક ને આઇડીએસ ય્યૂનિશિયા સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યા હતા, દસ્તાવેજોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, તેનો હેતુ લાંચની રકમ મોકલવાનો હતો. એટલું જ નહીં ટેક્સ બચાવવા માટે આ રકમને 2007થી 2010 વચ્ચે ઘણા ભાગોમાં આ બન્ને કંપનીઓમાં મોકલવામાં આવ્યા.
એટલું જ નહીં જ્યારે લાંચની રકમ વધી ગઇ તો આઇડીએસ ઇન્ફોટેકની એખ સબ્સિડરી કંપની એઅરોમેટ્રિક્સ બનાવવામાં આવી. ઇટલીની એજન્સીએ દસ્તાવેજો થકી આઇડીએસ ઇન્ફોટેકના એક પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ બાગરોડિયાના પરિવારના લોકો સાથે જોડાયેલા મામલા પણ પ્રકાશમાં આવી રહ્યાં છે.
દસ્તાવેજો અનુસાર સંતોષ બાગરોડિયાના નાના ભાઇ સતીષ અને પુત્ર મનીષ આ કંપનીમાં 1989થી ડિરેક્ટર છે. જ્યારે સંતોષના બીજા પુત્ર આશીષને વર્ષ 2005માં ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
