Video: લાતૂરમાં CM ફડણવીસના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી લાતૂરથી મુંબઇ જઇ રહ્યા હતા, એ દરમિયાન તેમના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ કરવાની જરૂર પડી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગુરૂવારે એક દુર્ઘટનામાંથી માંડ બચ્યા હતા. તેઓ લાતૂરથી મુંબઇ જઇ રહ્યા હતા, એ દરમિયાન તેમના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ કરવાની જરૂર પડી હતી. જો કે, આ ઘટનામાં મુખ્યમંત્રી અને તેમની ટીમ સુરક્ષિત બચી ગયા હતા. મુખ્યમંત્રી ફડણવીસે જાતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે, તેઓ અને તેમની ટીમ બિલકુલ સુરક્ષિત છે.

CM Fadanvis Chopper

ઉપલબ્ધ જાણકારી અનુસાર, દેવેન્દ્ર ફડણવીસ લાતૂરમાં જળ સંરક્ષણ પર આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ લાતૂરથી મુંબઇ જવા માટે હેલિકોપ્ટરમાં રવાના થયા, પરંતુ હેલિકોપ્ટરમાં તકનીકી ખામી હોવાને કારણે તુરંત જ ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું.

'ઇશ્વર અને જનતાના આશીર્વાદથી બચ્યો છું'

આ ઘટના બાદ વરિષ્ઠ અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી ફડણવીસે આખી ઘટના અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું કે, ઇશ્વર અને જનતાના આશીર્વાદથી હું અને મારી ટીમ સુરક્ષિત છીએ.

મુખ્યમંત્રી ફડણવીસના હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગનો વીડિયો જુઓ અહીં..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X