'ચોકીદાર ચોર હૈ' મામલોઃ રાહુલ ગાંધીની માફી મંજૂર, ભવિષ્યમાં સાવધાની રાખવા સલાહ

'ચોકીદાર ચોર હૈ' મામલોઃ રાહુલ ગાંધીની માફી મંજૂર, ભવિષ્યમાં સાવધાની રાખવા સલાહ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ મામલા પર પણ ફેસલો સંભળાવ્યો છે. આ મામલો લોકસભા ચૂંટણી દરમિયાનનો છે, ત્યારે રાહુલે રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના ફેસલાને ચોકીદાર ચોર હૈના પોતાના આરોપો સાથે જોડી દીધો હતો. કોર્ટે રાહુલ ગાંધીની માફી મંજૂરી કરી લીધી છે અને કહ્યું કે તેમની વિરુદ્ધ અનાદરનો કોઈ કેસ નહિ ચાલે.

rahul gandhi

કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું કે સંવૈધાનિક પદો પર બેઠેલ લોકોએ સાવધાનીથી નિવેદન આપવા જોઈએ. કોર્ટને રાજનૈતિક વિવાદમાં ઘસેટવી ખોટું છે. રાહુલ ગાંધીએ માફી માંગી લીધી હતી, અમે માફી મંજૂર કરી લીધી છે.

આ મામલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી. મીનાક્ષી લેખી તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે, માફી નથી માંગી. જે બાદ કોર્ટે રાહુલ ગાંધીને અનાદરની નોટિસ મોકલી હતી. જો કે અનાદર મામલે સુપ્રીમ કોર્ટમાં હાજરી ન આપવાની છૂટ મળી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે રાફેલ ડીલમાં લાગેલ ભ્રષ્ટાચારના આરોપો પર સુનાવણી કરતા કોર્ટે દખલગીરી કરવાની ના પાડી દીધી હતી અને સાથે જ કહ્યું હતું કે ખરીદ પ્રક્રિયા પર સવાલ ન ઉટાવી શકાય. જે બાદ સરકાર પર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કોર્ટના ફેસલા સાથે ચોકીદાર ચોર હૈ નારો જોડી દીધો હતો. ત્યારે રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના નેતા મિનાક્ષી લેખીએ અનાદરનો મામલો નોંધ્યો હતો. જણાવી દઈએ કે રાહુલ ગાંધઈએ કહ્યુ્ં હતું કે સુપ્રીમ કોર્ટ માન્યું છે કે ચોકીદાર જ ચોર છે. આ નિવેદન બાદ મીનાક્ષી લેખીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નિવેદનને રાજનીતિ સાથે જોડી રહ્યા છે. જો કે રાહુલ ગાંધીએ માફીનામું દાખલ કર્યું હતું, પરંતુ કોર્ટે તેમને રાહત નહોતી આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X