ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટ: બેંગ્લોરમાં રોકાયા હતા સિમીના આતંકવાદી, 10 લાખનું ઇનામ જાહેર
બેંગ્લોર, 29 ડિસેમ્બર: ચર્ચ સ્ટ્રીટ પર બ્લાસ્ટના પુરાવા જે સિક્યોરિટી ગાર્ડ આપી શકે છે, તે ગાર્ડ તે સમયે ત્યાં હાજર ન હતો, જ્યારે બોમ્બને પ્લાંટ કરવામાં આવ્યો. એટલે કે આતંકવાદીઓએ સિક્યોરિટી ગાર્ડની દિવસભરની ગતિવિધિઓ વિશે સારી રીતે જાણ કરી હતી. ગુપ્તચર વિભાગના અધિકારીઓનું માનીએ તો સિમીના આતંકવાદી થોડા મહિના પહેલાં બેંગ્લોર આવ્યા હતા અને અહીં રોકાયા હતા.

અમે તમને જણાવી ચૂક્યાં છી કે ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટનો પહેલી શંકા સિમી પર જાય છે. આ મજબૂત ત્યારે બની જાય છે, જ્યારે મધ્ય પ્રદેશ એટીએસ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર નજર કરવામાં આવે. મધ્ય પ્રદેશ એટીએસના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સિમીના બે આતંકવાદી એક મહિના પહેલાં બે દિવસ માટે બેંગ્લોર આવ્યા હતા. ત્યારબાદ તે હૈદ્વાબાદ ગયા. કરીમનગરમાં બેંક લૂંટી. આ પહેલાં એવું લાગવા માંડ્યું કે સિમીએ જ આ બ્લાસ્ટ કર્યો છે.
બે કલાક સુધી ચાલી પૂછપરછ
બેંગ્લોર પોલીસે ચર્ચ સ્ટ્રીટ પર તૈનાત રહેનાર સિક્યોરિટી ગાર્ડ સાથે લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી. તેને જણાવ્યું હતું કે સાંજે તે સિગરેટની દુકાન પર થોડા સમય માટે ગયો હતો, બની શકે કે તે સમયે બોમ્બ પ્લાંટ કરવામાં આવ્યો.
ચેન્નઇ અને પૂણેના સમાન
એનઆઇએની ટીમ બેંગ્લોર પહોંચી ચુકી છે અને અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બ્લાસ્ટ પણ પૂણે અને ચેન્નઇ બ્લાસ્ટ જેવા જ છે. આ ઘટનાને અંજામ આપવાની રીત પણ લગભગ સમાન છે. આ બંને ઘટનાઓને સિમીએ અંજામ આપ્યો હતો. સિમી ઓછી તીવ્રતાવાળા બોમ્બ બનાવવામાં એક્સપર્ટ છે.

રવિવારે બોમ્બ બ્લાસ્ટમાં ચેન્નઇની રહેવાસી ભવાનીનું મોત નિપજ્યું.
10 લાખનું ઇનામ જાહેર
બેંગ્લોર પોલીસે ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટના પુરાવા આપનારને 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. તો બપોરે મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ પત્રકાર પરિષદમાં મૃતક છોકરીના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

માલ્યા હોસ્પિટલની બહાર ભવાનીના રડતાં પરિજનો
ખંગાળમાં આવી રહ્યાં છી સીસીટીવી ફૂટેજ
પોલીસે અત્યાર સુધી 11 સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લીધા છે. આ ફૂટેજને વારંવાર જોઇને એ શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે કે બોમ્બ ક્યારે અને કેવી રીતે રાખવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે બોમ્બ રાખતાં પહેલાં આતંકવાદીઓએ જગ્યાનું બે વાર નિરક્ષણ કર્યું હશે.












Click it and Unblock the Notifications
