રાહુલ બાદ હવે મોદી કરશે સીઆઇઆઇને સંબોધિત?
નવી દિલ્હી, 21 એપ્રિલ: સીઆઇઆઇમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચર્ચિત સંબોધન બાદ રવિવારે સીઆઇઆઇએ જણાવ્યું કે ચેમ્બર્સ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચર્ચા માટે આમંત્રિત કરવા માંગે છે.
સાઇઆઇઆઇના અધ્યક્ષ ક્રિસ ગોપાલકૃષ્ણને જણાવ્યું કે 'અમે નરેન્દ્ર મોદીને 'વાઇબ્રેન્ટ ગુજરાત' મીટ દરમિયાન કામ કરી ચૂક્યા છીએ અને અમે તેમને આમંત્રિત કરવા માંગીએ છીએ. એટલું જ નહીં અમે દરે પાર્ટીઓ અને નેતાઓની સાથે કામ કરશે. અમે દરેક પ્રતિષ્ઠિત નેતાઓને આમંત્રિત કરીશું.'

ગોપાલકૃષ્ણનએ જણાવ્યું કે તેમને ચેમ્બરની જરૂરીયાતોને પોલિટિકલ લીડરશિપ સુધી પહોંચાડવા માટે નેતાઓ સાથે મેળાપ વધારવાની જરૂર છે. ગોપાલકૃષ્ણનને જણાવ્યું 'અમારે નેતાઓ સાથે સંપર્ક વધારવો પડશે. અમારે અમારી જરૂરિયાતો અને નિવેદન તેમના સુધી પહોંચાડવાના હોય છે. અમારે સૂચનો આપવાના હોય છે અને એવી જ રીતે અમારે તેમને સાંભળવા પણ હોય છે, જાણવા હોય છે કે તેમની પ્રાથમિકતા અને એજન્ડા શું છે.'












Click it and Unblock the Notifications
