For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટાયરમેંટ પહેલા 6 દિવસમાં અયોધ્યાથી લઈ આધાર સુધીની સુનાવણી કરશે CJI દીપક મિશ્રા

રિટાયરમેંટ પહેલા 6 દિવસમાં અયોધ્યાથી લઈ આધાર સુધીની સુનાવણી કરશે CJI દીપક મિશ્રા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે રિટાયર થઈ રહ્યા છે. પાછલા બે દશકમાં જસ્ટિસ મિશ્રા સિવાય અન્ય મુખ્ય ન્યાયાધીશ નથી થયા, જેમણે આટલો લાંબો સમય સંવૈધાનિક ખંડપીઠોનું પ્રતિનિધિત્વ કર્યું હોય. જસ્ટિસ મિશ્રાની બેંચમાં કેટલાય એવા મામલા આવ્યા છે જે દેશની સામાજિક, રાજનૈતિક અને આર્થિક પરિસ્થિતિના હિસાબે બહુ મહત્વના રહ્યા હોય.

સીજેઆઈના મિશ્રાના રિટાયરમેંટમાં 9 દિવસ બાકી

સીજેઆઈના મિશ્રાના રિટાયરમેંટમાં 9 દિવસ બાકી

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે કેટલાક દિવસો પહેલા સમલેંગિકતા પર ફેસલો આપ્યો હતો. સીજેઆઈ મિશ્રાના રિટારમેંટમાં 9 દિવસ બાકી છે જેમાં 6 દિવસ જ વર્કિંગ હશે. આ દરમિયાન મોટા 8 મામલાની સુનાવણી થશે. આ તમામ મામલાઓની સુનાવણી કરનાર બેંચમાં સીજેઆઈ મિશ્રા, જસ્ટિસ કુરિયન જોસેફ, ડીવાઈ ચંદ્રચૂડ, એકે સીકરી, આર.એફ. નરીમન, એ.એમ. ખાનવિલકર, સંજય કિશન કૌલ, અશોક ભૂષણ, ઈંદુ મલ્હોત્રા અને એસ. અબ્દુલ નજીર સામેલ છે.

2 ઑક્ટોબરે રિટાયર થશે

2 ઑક્ટોબરે રિટાયર થશે

આ દરમિયાન અયોધ્યા મામલા પર સુનાવણી થશે. અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન સંકેત જરૂર મળી જશે કે આ કેસમાં અંતિમ ફેસલો આવવામાં હજુ કેટલો સમય લાગશે. જ્યારે આધાર મામલા પર પણ સુપ્રીમ કોર્ટનો અંતિમ ફેસલો આવવાનો બાકી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેટલાય પક્ષોએ અરજી દાખલ કરી છે. જે અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે આધારથી પ્રાઈવસી ભંગ થાય છે. હાલ કોર્ટે બેંક અકાઉન્ટ ખોલવા અને મોબાઈલ નંબર લેવા માટે આધારની અનિવાર્યતા પર રોક લગાવી દીધી છે.

8 મોટા મામલાની સુનાવણી થશે

8 મોટા મામલાની સુનાવણી થશે

આધાર કાર્ડને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલે 40 દિવસની સુનાવણી બાદ 5 જજોની સંવૈધાનિક બેંચે પોતાનો ફેસલો સુરક્ષિત રાખ્યો હતો. આ ઉપરાંત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે પણ ફેસલો આવનાર છે. વ્યાભિચાર, દાગી નેતાઓની ચૂંટણી લડવા પર રોક લગાવવા પરના મામલે પણ જસ્ટિસ મિશ્રાની બેંચ સુનાવણી કરશે. કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ, પદોન્નતિમાં આરક્ષણ અને સાંસદો તથા ધારાસભ્યોને વકાલત કરવા પર રોક સાથે જોડાયેલા મામલાઓને પણ સાંભળવામાં આવશે.

ગાંધીનગરમાં બે દિવસ સુધી દબાણ અને સિલિંગના મુદ્દે વેપારીઓનું બંધનું એલાન ગાંધીનગરમાં બે દિવસ સુધી દબાણ અને સિલિંગના મુદ્દે વેપારીઓનું બંધનું એલાન

English summary
CJI Dipak Misra led benches to pronounce 8 key verdicts in next 6 working days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X