
CBI vs CBI: આલોક વર્માનો જવાબ લીક થતાં CJI ભડક્યા, સુનાવણી ટાળી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે CBIના ડિરેક્ટર આલોક વર્માની અરજી પર 29 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. અગાઉ કોર્ટમાં આકરી દલીલો પણ થઈ હતી અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આલોક વર્માના સીલ પેક કવરમાં જમા કરાવેલ જવાબ લીક થવા પર નારાજ થયા હતા. ચીફ જસ્ટિસે પોતાની ટિપ્પણીમાં ત્યાં સુધી કહી દીધું કે તમારામાંથી કોઈપણ સુનાવણી માટે લાયક નથી.

કોર્ટમાં ચાલી રહી હતી સુનાવણી
મંગળવારે સવારે કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માના વકીલ ફલી નરીમનને કેટલાક દસ્તાવેજો આપ્યા અને એમને વરિષ્ઠ વકીલ તરીકે વાંચવા માટે કહેવામાં આવ્યું. કોર્ટે ફલી નરીમનને પૂછ્યું કે જે વાતો આલોક વર્માના જવાબમાં છે, તે જ વાતો બહાર કેવી રીતે આવી. આના પર ફલી નરીમને કોર્ટે જણાવ્યું જણાવ્યું કે એમને ખુદ આ અંગે જાણકારી નથી. ફલી નરીમને ચીફ જસ્ટિસ સમક્ષ કહ્યું કે રિપોર્ટ લીક નહોતો થવો જોઈતો હતો અને તેઓ ખુદ આનાથી પરેશાન છે.

આલોક વર્માનો જવાબ લીક થયો
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાની પાછલી કેટલીક સુનાવણી દરમિયાન સ્પષ્ટ કહી દીધું હતું કે સીવીસીની તપાસ રિપોર્ટમાં અને તેના પર આલોક વર્માનો જવાબ સીલબંધ કવરમાં કોર્ટને સોંપવામાં આવશે. એટલે કોર્ટે આ મામલામાં અતિ સાવચેતી વરતવાનો આદેશ આપ્યો હતો. છતાં આલોક વર્માના જવાબનો હવાલો આપતા મીડિયામાં રિપોર્ટ છાપવામાં આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો
જણાવી દઈએ કે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે આરોપ-પ્રત્યારોપ બાદ બંને મુખ્ય અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા, અને આ મામલાની તપાસ કેન્દ્રી સતર્કતા આયોગ કરી રહ્યું હતું. ગત 12 નવેમ્બરે સીવીસીએ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો, જેના પર કોર્ટે આલોક વર્માનો જવાબ માંગ્યો હતો. આલોક વર્માએ 20મી નવેમ્બરે કોર્ટમાં જવાબ આપ્યો હતો.

સીવીસીએ 12 નવેમ્બરે રિપોર્ટ આપ્યો હતો
રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયા બાદ સીબીઆઈના કેટલાક અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેના જવાબમાં રાકેશ અસ્થાનાએ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા વિરુદ્ધ જ કરપ્શનનો આરોપ લગાવ્યો હતો. સીબીઆઈના બંને મોટા અધિકારીઓ વચ્ચે ઉપજેલ વિવાદ બાદ કેસની તપાસ સીવીસીને સોંપી દેવામાં આવી હતી અને 23 ઓક્ટોબરે બંને અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે તર્ક આપ્યો હતો કે, બંને અધિકારીઓ પદ પર રહે તેવામાં નિષ્પક્ષ તપાસ ન થાય તેવી આશંકા છે, જેથી બંને અધિકારીઓને રજા પર મોકલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીબીઆઈ ડીઆઈજીએ એનએસએનું નામ લીધું
જ્યારે બીજી બાજુ સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિન્હાએ 20 નવેમ્બરે અરજી સાથે જોડેલ સોગંદનામામાં આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને કેન્દ્રીય સતર્કતા આયુક્ત કેવી ચૌધરીએ સીબીઆઈના વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ તપાસમાં હસ્તક્ષેપ કર્યો. અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે.
‘રાકેશ અસ્થાના સામેની તપાસમાં ડોભાલ કરી રહ્યા છે હસ્તક્ષેપ': ડીઆઈજી