દિલ્હીઃ આપ કાર્યકર્તા-પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેકને પહોંચી ઇજા

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ દિલ્હી રેલ ભવન ખાતે ધરણા પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેરિકોડ તોડીને રેલ ભવનમાં દાખલ થવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક કાર્યકર્તાઓ અને એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વાતચીત કરવા આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાર્યકર્તા દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે.

aam-admi-party-supporters
દિલ્હીના બે પોલીસ કર્મીઓને નિલંબિત કરવાને લઇને રેલ ભવન ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બે દિવસથી ધરણા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બપોરના સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દિલ્હી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાદમાં આપ કાર્યકર્તાઓ ઉગ્ર બની ગયા હતા અને પ્રેસ ક્લબ પાસે આવેલા બેરિકેડ તોડીને રેલ ભવનમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે હાજર પોલીસ કાફલા દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન કાર્યકર્તાઓ વધુ ઉગ્ર થઇ જતાં આપ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે દરમિયાન પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે, દિલ્હી પોલીસ વિરુદ્ધ કેજરીવાલ કેબિનેટના ધરણાનો આજે બીજો દિવસ છે. રેલ ભવનની બહાર આખી રાત આમ આદમી પાર્ટીના સમર્થકોની ભીડ રહી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાત્રે રેલ ભવનની બહાર રસ્તા પર સુઇ ગયા. દિલ્હી સરકારના મંત્રીઓ સાથોસાથ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ધરણા પર રહ્યા. ‘આપ' નેતા સંજય સિંહ અને યોગેંન્દ્ર યાદવના કાર્યકર્તાઓ પણ આખી રાત ધરણા પર બેઠાં હતા. કેજરીવાલે આજે સવારે મીડિયા સાથે વાત કરતા કેન્દ્ર સરકારને ચેતાવણી આપી દીધી. કેજરીવાલે કહ્યુ કે અમે રાજપથના લોકોથી ભરી દઇશું. હું લોકોને અપીલ કરુ છુ કે પોતાના કામમાંથી રજા લઇને ધરણામાં સામેલ થઇ જાય. આ સાથે જ કેજરીવાલે આરોપ લગાવ્યા કે રેલ ભવન અને પબ્લિક ટોઇલેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, સાથે જ ધરણા સ્થળ સુધી પોલીસ ચા પણ પહોંચવા નથી દઇ રહી.

English summary
clash between AAP supporters and police near the protest venue, one police officer is injured. AAP leader Manish Sisodia urges partymen to maintain peace.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.