મહરૌલીમાં ડીડીએ ડિમોલિશનથી ઘણા લોકો પ્રભાવિત, સીએમ કેજરીવાલે ભોજન સહિત જરુરી સુવિધાઓ પૂરી પાડવાના આપ્યા નિર્દે

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહરૌલી ડીડીએ ડિમોલિશનથી પ્રભાવિત લોકોની મદદ માટે ટેન્ટ, ભોજન અને અન્ય જરુરી સુવિધાઓ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

DDA Demolition Drive Mehrauli: મહરૌલીમાં હાલમાં જ ડીડીએના ડિમોલિશન અભિયાનથી પ્રભાવિત પરિવારો માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મદદ માટે હાથ લંબાવ્યો છે. તેમણે દક્ષિણ જિલ્લા પ્રશાસનને ડિમોલિશન અભિયાનથી પ્રભાવિત પરિવારોને ટેન્ટ, ભોજન અને અન્ય જરુરી સુવિધાઓ આપવાના નિર્દેશ આપ્યા છે. વળી, ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ બે દિવસ પહેલા દિલ્લી વિકાસ પ્રાધિકરણ(ડીડીએ)ને આગલા આદેશ સુધી મહરૌલી અને લાધા સરાય ગામોમાં ડિમોલિશન રોકવાના નિર્દેશ આપ્યા છે.

kejriwal

સરકારી અધિકારીના જણાવ્યા મુજબ સીએમ કેજરીવાલે અસરગ્રસ્ત પરિવારોને ટેન્ટ, ખોરાક અને ધાબળા સહિત અન્ય પાયાની સુવિધાઓ આપવાના નિર્દેશ જાહેર કર્યા છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક પગલાં લેવા અને કોઈ પણ પરિવારને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. મહેસૂલ મંત્રી કૈલાશ ગહલોતે જણાવ્યુ હતુ કે લધા સરાયમાં મહેરૌલી પુરાતત્વ ઉદ્યાનના સીમાંકનનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેમને વિસ્તારના બે રહેવાસીઓ દ્વારા હસ્તાક્ષર કરાયેલ મેમોરેન્ડમ મળ્યો. તેમણે કહ્યુ કે મે 10 ફેબ્રુઆરીએ ડીએમ (દક્ષિણ) સાથે બેઠક કરી હતી, જ્યારે મને જાણ કરવામાં આવી હતી કે ડીડીએની વિનંતી પર ડિસેમ્બર 2021માં સીમાંકન કરવામાં આવ્યુ હતુ. મંત્રીએ કહ્યુ કે તેમને એમ પણ કહેવામાં આવ્યુ હતુ કે અસરગ્રસ્ત લોકોને સીમાંકન વિશે જાણ કરવામાં આવી નથી.

અધિકારીઓના જણાવ્યા મુજબ ડીડીએ કથિત અતિક્રમણને તોડી પાડવા માટે મહેસૂલ વિભાગના સીમાંકનનો આધાર તરીકે ઉપયોગ કર્યો હતો. દિલ્લી સરકારે 11 ફેબ્રુઆરીએ આ વિસ્તારમાં નવી સીમાંકન કવાયતની જાહેરાત કરી હતી. તે જ સમયે ભાજપે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા સીમાંકનને લઈને કૈલાશ ગેહલોતના રાજીનામાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીના રોજ ડીડીએએ મહેરૌલી પુરાતત્વીય પાર્ક વિસ્તારમાં ડિમોલિશન અભિયાન શરૂ કર્યુ હતુ. ત્યારબાદ સ્થાનિક લોકોએ વિરોધ કરવાનુ શરૂ કર્યુ હતુ. દક્ષિણ દિલ્લીમાં પ્રસ્તાવિત જી20 બેઠકના એક મહિના પહેલા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, રાજ્ય પુરાતત્વ વિભાગ અને ડીડીએના સંરક્ષણ હેઠળ લગભગ 55 સ્મારકો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X