અમૃતપાલ મુદ્દે CM માને અધિકારીઓ સાથે બેઠક યોજી, પોલીસની કામગીરીની પ્રશંસા કરી
પંજાબમાં ખાલિસ્તાની નેતા અને છેલ્લા કેટલાક સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલા અમૃતપાલ મુદ્દે પંજાબ સરકાર પહેલાથી જ એક્શનમાં છે. હવે અમૃતપાલને લઈને મુખ્યમંત્રી ભગવંત માને અધિકારીઓ સાતે બેઠક યોજી હતી.
સીએમ માન અને પોલીસ અધિકારીઓ વચ્ચે યોજાયેલી આ મહત્વની બેઠક પુરી થઈ ગઈ છે. બેઠકમાં સીએમ ભગવંત માને ઓપરેશન અમૃતપાલ માટે પોલીસ અધિકારીઓ અને વિભાગની પ્રશંસા કરી હતી. બેઠકમાં ડીજીપીએ જણાવ્યું કે, આઈએસઆઈની યોજનાઓને સફળ નહીં થવા દેવામાં આવે.

અહીં તમને જણાવી દઈએ કે આ બેઠકમાં ઓપરેશન અમૃતપાલમાં સામેલ પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા. બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી ભગવંત માને પોતે કરી હતી. આ બેઠક ભગવંત માનના નિવાસ સ્થાને યોજાઈ હતી.
મીટીંગમાં આઈજી રેંકથી લઈને કાઉન્ટર ઇન્ટેલિજન્સ અધિકારીઓ સામેલ હતા. બેઠકમાં પંજાબના ડીજીપી. ગૌરવ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઓપરેશન અમૃતપાલ છેલ્લા 36 દિવસથી ચાલી રહ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબને વધુ એક વખત ખાલિસ્તાનની આગમાં ધકેલવાના પ્રયાસ કરનારા અમૃતપાલને લઈને પંજાબ પોલીસ પહેલાથી જ સખત એક્શનમાં છે અને મુખ્યમંત્રી ખુદ આ મુદ્દે ઘણી વખત નિવેદન આપી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
