પંજાબના ભવિષ્યને લઈને બોલ્યા સીએમ ભગવંત માન, અફઘાનિસ્તાન નહિ બનવા દઈએ

CM Mann

Punjab CM Bhagwant Mann: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના ભવિષ્યને લઈને ખૂબ મહત્વની વાત કરી છે. જેમાં સીએમ માને કહ્યું કે આવનારી પેઢીને શીખવવાની આપણી ફરજ છે. તેમણે કહ્યું કે પંજાબને ફરીથી પંજાબ બનાવવું પડશે, અફઘાનિસ્તાન નહીં. આ દરમિયાન તેમણે કહ્યું કે જેમણે ધર્મના ઠેકેદાર બનીને દુકાનો ખોલી છે તેઓએ કોઈ ભ્રમમાં ન રહેવુ.

સીએમ ભગવંત માને કહ્યું કે તેઓ પંજાબને સમૃદ્ધ અને નંબર વન રાજ્ય બનાવશે. વધુમાં બોલતા તેમણે કહ્યું કે પંજાબની પંજાબીયત અને ભાઈચારાની સાંઝ જાળવવી અને તેને કોઈપણ પ્રકારની ખરાબ નજરથી બચાવવાની તેમની ફરજ છે. પંજાબના યુવાનોના હાથમાં લેપટોપ, પુસ્તકો, કોમ્પ્યુટર, મેડલ વગેરે જોવા માંગે છે. તેમણે કહ્યું કે મરવાની અને મારવાની વાત કરવી ખૂબ જ આસાન છે પરંતુ જ્યારે પોતાના પર આવે ત્યારે ખબર પડે છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો ધર્મના નામે દુકાનો ખોલી રહ્યા છે અને યુવાનોને ભડકાવી રહ્યા છે, તેમનો ભ્રમ દૂર કરી દે કે તેઓ પંજાબમાં કોઈપણ પ્રકારની અશાંતિ ફેલાવી શકશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી જાણે છે કે સરકાર કેવી રીતે બનાવવી અને કેવી રીતે ચલાવવી તે પણ જાણે છે. માને કહ્યું, "કાયદો અને વ્યવસ્થાને લઈને તેઓ રાજ્યના ત્રણ કરોડ લોકોને આ કહેવા માંગે છે કે તેઓએ તેમનામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે, હું તે વિશ્વાસને તૂટવા નહીં દઉં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X