CM માને ભાજપ પર કર્યા આકરા પ્રહારો, AAP ધારાસભ્ય ચૈતર વસાવાનું કર્યું સમર્થન
CM bhagwant Mann: આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગુજરાતના પ્રવાસે છે. જ્યાં રવિવારના રોજ તેમણે AAP ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચમાં વિશાળ જનસભાને સંબોધી હતી.
રવિવારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના મત વિસ્તારમાં ગયા અને લોકોને મળ્યા અને સોમવારે તેમને જેલમાં ધારાસભ્યને મળવા જશો. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા પર નર્મદા જિલ્લાના વન વિભાગના કર્મચારીને પોતાના ઘરે બોલાવીને માર મારવાનો અને ગોળીબાર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે.

નેત્રંગમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સમર્થન રેલીને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી નેતાનો અવાજ બંધ કરવા માટે સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા.
ભગવંત માને જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસી લોકો માટે લડી રહ્યા છે, પરંતુ આ સરકાર આદિવાસી વિરોધી છે, જેના કારણે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત - ભરૂચના નેત્રંગમાં રેલીને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ આદિવાસી સમુદાયના સન્માનની લડાઈ છે. અમારે ભાજપને સ્પષ્ટ સંદેશ આપવાની જરૂર છે કે, આ અપમાન હવે સહન કરવામાં આવશે નહીં. આજે હું જાહેરાત કરું છું કે, ચૈત્ર વસાવા આગામી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે.
ભાજપ જો કોઈથી ડરતી હોય તો તે ચૈતર વસાવા છે - અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં ભાજપ જો કોઈથી ડરે છે, તો તે ચૈતર વસાવા છે. હું બીજેપીના લોકોને કહેવા માંગુ છું કે, આવનારા સમયમાં ચૈતર વસાવા તમારા માટે સમય સાબિત થશે. જે દિવસે ચૈતર વસાવા બહાર આવશે, તે ભાજપને ખતમ કરી દેશે. તેઓ ચૈતર વસાવા પર ભાજપમાં જોડાવા અને તમને મંત્રી બનાવવા માટે દબાણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
