કોંગ્રેસ અને ભાજપ શાસિત રાજ્યોની સરખામણીમાં પંજાબ સારુઃ મુખ્યમંત્રી ભગવંત માન

જાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતા ભ્રામક નિવેદનો સામે સખત વાંધો ઉઠાવતા કહ્યુ છે કે કોંગ્રેસ અને ભાજપ શાસિત રાજ્યો કરતા પંજાબ સારુ છે.

cm maan

ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતા ભ્રામક નિવેદનો સામે સખત વાંધો ઉઠાવતા કહ્યુ છે કે કોંગ્રેસ અને ભાજપ શાસિત રાજ્યો કરતા પંજાબ સારુ છે. માને કહ્યુ કે આ મુદ્દા પર લોકોને ગેરમાર્ગે દોરવાને બદલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ તેમની હકીકતો તપાસવી જોઈએ કારણ કે તેમની પાર્ટીઓ દ્વારા શાસિત રાજ્યો કાયદાની દ્રષ્ટિએ પંજાબથી ઘણા નીચે છે.

સીએમ માને વધુમાં કહ્યુ કે રાજ્ય સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવશે અને કોઈને પણ શાંતિ ડહોળવા દેવામાં આવશે નહીં. માને કહ્યુ કે રાજ્ય સરકારના અથાગ પ્રયાસોથી પંજાબ આગામી છ મહિનામાં દરેક ક્ષેત્રમાં ચમકશે. માને કહ્યુ કે આ એવા દેશદ્રોહી છે જેઓ ક્યારેય રાજ્ય અને જનતાને વફાદાર રહ્યા નથી. તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર દ્વારા CBI અને EDના દુરુપયોગથી ડરતા નથી અને કોઈપણ ડર વગર લોકોની સેવા કરતા રહેશે.

તેમણે કહ્યુ કે આ લોકોને તેમની સામે સવાલ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી કારણ કે તેઓ રાજ્યના ગુનેગાર છે. ભગવંત માને કહ્યુ કે પંજાબના લોકો આ દેશદ્રોહીઓને તેમના પંજાબ વિરોધી વલણ માટે ક્યારેય માફ નહીં કરી શકે. મુખ્ય પ્રધાને કહ્યું કે પરંપરાગત રાજકીય પક્ષો તેમની ઈર્ષ્યા કરે છે કારણ કે તેઓ પચાવી શકતા નથી કે એક સામાન્ય માણસનો પુત્ર રાજ્યમાં અસરકારક રીતે શાસન કરી રહ્યો છે. ભગવંત માને કહ્યુ કે આ પક્ષોના નેતાઓ હવે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ગઠબંધન કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X