For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં આજે CM ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે

મહારાષ્ટ્રમાં આજે CM ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણીને લઈ મહાવિકાસ અઘાડીમાં સામેલ શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ ઘટતી જોવા મળી રહી છે, ત્રણેય દળોના નેતાઓએ વિભાગોની વહેંચણીને અંતિમ રૂપ દેવા માટે વર્ષના પહેલા દિવસે કેટલીય બેઠકો કરી, જે બાદ આજે મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે છે.

આજે ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન?

આજે ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન?

અગાઉ સોમવારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું પરંતુ ખેંચતાણને કારણે જ વિભાગ વહેંચી નહોતા શકતા, જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હવે મંત્રી પરિષદના સભઅયોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે, જેમાં મુખ્યમંત્રીનું પદ પણ સામેલ છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહી આ વાત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહી આ વાત

જણાવી દઈએ કે અગાઉ અહેવાલ આવ્યા હતા કે કોંગ્રેસ આ વાતથી નારાજ છે કે તેને કૃષિ અને સહકારિતા જેવા ગ્રામીણ ક્ષેત્રોથી સંબંધિત કોઈપણ વિભાગ નથી મળ્યો, જો કે કાલે મોડી સાંજે કેટલીય બેઠકો કર્યા બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમારા ગઠબંધનના બધા નેતા ખુશ છે, કોઈપણ પ્રકારનો મતભેદ નથી.

પોર્ટફોલિયોને લઈ કોઈપણ દુખી નથી

પોર્ટફોલિયોને લઈ કોઈપણ દુખી નથી

અજિત પવારે કહ્યું કે અમે બેઠકમાં આ નક્કી કર્યું છે કે કયા મંત્રીને કઈ જવાબદારી આપવી જોઈએ. મંત્રીઓના પોર્ટફોલિયોથી કોંગ્રેસ અને એનસીપીમાં નાખુશીના સવાલ પર અજીત પવારે કહ્યું કે પોર્ટફોલિયો પર ગુરુવારે આદેશ જારી કરવામાં આવી શકે છે કોઈપણ આનાથી દુખી નથી.

શિયાળુ પ્રકોપઃ ઝાકળને કારણે 21 ટ્રેન લેટ, અહીં થઈ શકે વરસાદશિયાળુ પ્રકોપઃ ઝાકળને કારણે 21 ટ્રેન લેટ, અહીં થઈ શકે વરસાદ

English summary
CM Thackeray's ministers' departments could be announced today in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X