યોગી આદિત્યનાથે લાડુ ગોપાલને ઝુલે ઝુલાવ્યા, આવી રીતે ઉજવી શ્રીકૃષ્ણ જન્મજયંતિ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગોરક્ષપીઠાધીશ્વર યોગી આદિત્યનાથે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધૂમધામથી મનાવ્યો. એના માટે તેઓ ગુરુવાર રાતે ગોરખપુર પહોંચ્યા હતા. ગોરખનાથ મંદિરમાં ઉત્સવનો માહોલ રહ્યો. મુખ્યમંત્રીએ ગોરક્ષપીઠાધીશ્વર તરીકે શ્રીનાથ જીના મંદિરના ગર્ભગૃહમાં જન્માષ્ટમીની પરંપરાગત પૂજા કરી, અને વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી ભગવાનની આરતી ઉતારી. જે બાદ મુખ્યમંત્રીએ બાળ કૃષ્ણને ઝુલો ઝુલાવ્યો.

સીએમ યોગીએ વિશેષ પૂજા કરી
સીએમ યોગી ગુરુવારે રાતે 11.30 વાગ્યે પોતાના આવાસથી નિકળ્યા અને સીધા શ્રીનાથ જી મંદિરે પહોંચ્યા. મુખ્યમંત્રી સીધા ગર્ભગૃહમાં ગયા. તેમના પહોંચ્યા બાદ ગર્ભગૃહના કપાટ બંધ થઇ ગયા. મંદિરના મુખ્ય પુરોહિતે પોતાના વેદપાઠી સહયોગિઓ સાથે પૂજા-અર્ચના શરૂ કરી. ઠીક 12 વાગ્યે વિધિ-વિધાનથી ગોરક્ષપીઠાધીશ્વરે કન્હૈયાનો જન્મ કરાવ્યો.
બાળકોને લાડ લડાવ્યો
શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગોરખનાથ મંદિરમાં ભજન કીર્તન વચ્ચે શ્રી કૃષ્ણ સ્વરૂપ શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાધા અને કૃષ્ણના વેશમાં સજ્જ બાળકોને લાડ લડાવ્યા. પોતાના હાથે લાડુ ખવડાવ્યા. રમકડાં અને ચોકલેટ ભેટ તરીકે આપી.












Click it and Unblock the Notifications
