For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં બનશે ભગવાન રામની 100 મીટર ઉંચી પ્રતિમા

અયોધ્યામાં બનશે ભગવાન રામની 100 મીટર ઉંચી પ્રતિમા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર અયોધ્યામાં દીપોત્સવનું ભવ્ય આયોજન કરવા જઈ રહી છે. આ અવસરે અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની સાથે ડઝનેક મંત્રીઓ, અધિકારીઓ પણ જોવા મળશી. ઉપરાંત અહેવાલ મળી રહ્યા છે કે સીએમ યોગી આદિત્યનાથ કેટલીય મોટી ખુશખબરી આપી શકે છે.

સીએમ યોગીએ અયોધ્યા માટે એક યોજના તૈયાર કરી

સીએમ યોગીએ અયોધ્યા માટે એક યોજના તૈયાર કરી

કેટલાક ભાજપના નેતાઓના નિવેદનો પર ધ્યાન આપીએ તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર મુદ્દા પર બાહોલ બનાવવાની શરૂઆત કરી દીધી છે, ખાસ કરીને તેવા સમયે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના પ્રવાસમાં માત્ર ત્રણ દિવસ જ રહી ગયા છે. યુપી ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેએ શુક્રવારે કહ્યું, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સંત છે. એમણે અયોધ્યા માટે એક યોજના તૈયાર કરી છે. તેઓ દિવાળી પર મંદિર સાથે જોડાયેલ ગુડ ન્યૂઝ આપશે. દીપોત્સવ દરમિયાન યોગી અયોધ્યામાં તેની ઘોષણા કરશે.

મહેન્દ્ર નાથ પાંડેએ પણ સંકેત આપ્યા

મહેન્દ્ર નાથ પાંડેએ પણ સંકેત આપ્યા

શુક્રવારે જ આરએસએસ નેતા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે સંઘ 1990ના રથ યાત્રા જેવા અભિયાન ચલાવવા માટે તૈયાર હતું, તેનાથી કેટલીક કલાકો બાદ મહેન્દ્ર નાથ પાંડેયનું નિવેદન આવ્યું. તેઓ ચંદોલીમાં એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા જ્યાં એમણે દીપોત્સવને લઈને સીએમ યોગીના અયોધ્યા પ્રવાસ વિશે વાત કરી.

શ્રી રામની ભવ્ય પ્રતિમાને લઈ ઘોષણા થઈ શકે

શ્રી રામની ભવ્ય પ્રતિમાને લઈ ઘોષણા થઈ શકે

સીએમ યોગીએ કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે અયોધ્યા વિવાદને જલદી જ ઉકેલવો જોઈએ. એમણે કહ્યું હતું કે જો ન્યાય યોગ્ય સમયે મળે તો સારું છે નહિતર મોડેથી મળેલ ન્યાય અન્યાય બરાબર છે. એક અન્ય ભાજપના નેતાએ કહ્યું કે સીએમ યોગી અયોધ્યામાં સંગ્રહાલય, આર્ટ ગેલેરી, અયોધ્યામાં એપોર્ટ વિશે ઘોષણા કરશે. તેઓ અયોધ્યામાં સરયૂ નદીના તટ પર શ્રી રામની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાનું પણ એલાન કરી શકે છે. આ મૂર્તિ 100 મીટર ઉંચી હશે જેને બનાવવામાં 330 કરોડનો ખર્ચ કરવમાં આવશે.

'આવતા મહિનાથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થશે, લખનઉમાં બનશે મસ્જિદ''આવતા મહિનાથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થશે, લખનઉમાં બનશે મસ્જિદ'

English summary
CM Yogi Adityanath plan for Ayodhya, may announce 100 meter tall ram statue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X