કોલસા કૌભાંડ : કોંગ્રેસ સાંસદ નવીન જિંદાલ સામે FIR દાખલ

ઉલ્લેખનીય છે કે કોલસા ખાણોની ફાળવણી બાબતે સીએજીએ તમામ અનિયમિતતાઓનો ખુલાસો કરતા 1.86 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવ્યો હતો.
નવીન જિંદાલએ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના માલિક છે. તેમની સામે નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, ગગન સ્પોન્જ અને અન્ય બે સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમના કારણે આજે માર્કેટમાં જિંદાલ સ્ટીલના શેરોના ભાવોમાં 18.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
