For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIએ સ્વીકાર્યું કોલસા કૌભાંડ કેસમાં થઇ છે SCના આદેશની અવગણના

|
Google Oneindia Gujarati News

ranjit sinha cbi
નવી દિલ્હી, 26 એપ્રિલ: કોલ બ્લોક ફાળવણીમાં અનિયમિતતાની તપાસને લઇને સીબીઆઇએ આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંધનામુ રજૂ કર્યું છે. સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાએ બે પાનાના સોગંધનામામાં સ્વીકાર્યું છે કે તેમણે આ મુદ્દે બનેલી સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા પહેલા પીએમઓ, કાનૂનમંત્રી, અને કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવને બતાવી હતી. પરંતુ તેમણે એ નથી માન્યું કે આમાં કોઇ પરિવર્તન કર્યું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનવણી 30 એપ્રિલના રોજ થશે.

સંસદના બંને ગૃહોમાં આ મુદ્દાને લઇને આજે ખૂબ જ મોટો હોબાળો થયો હતો જેને લઇને બંને ગૃહોમાં કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. ભાજપાએ પોતાના હુમલાને વેગ આપતા જણાવ્યું કે સીબીઆઇ નિર્દેશકના સોગંધનામા બાદ સરકાર ઉઘાળી પડી ગઇ છે. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટનું અપમાન કર્યું છે. દેશ જાણવા માગે છે કે કોલસા ઘોટાળાની તપાસ સીબીઆઇ કરી રહી છે કે સરકાર કરી રહી છે. ભાજપાએ જણાવ્યું કે જેઓ તપાસના ઘેરામાં હતા તેમને જ તપાસ રિપોર્ટ બતાવવામાં આવી.

સુપ્રીમ કોર્ટે ગયા મહીને આપેલો પોતાનો રિપોર્ટમાં સીબીઆઇએ જણાવ્યું હતું કે સરકારે કંપનીયોએ નાણાકિય અને બીજા રેકોર્ડ્સને યોગ્ય રીતે ન્હોતું જોયું, જેના કારણે સરકારને તેના લાઇસન્સ વહેચણીમાં નુકસાન થયું. સરકારની મુશ્કેલીઓ એટલા માટે વધી છે, કારણ કે જે સમયનો આ મામલો છે એ સમય દરમિયાન કોલસા મંત્રાલયનો કાર્યભાર ખુદ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પાસે હતો.

English summary
Coal scam report shared with PMO, two ministers, CBI tells to Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X