ઉત્તર ભારતમાં હજી પણ ઠંડીનો પ્રકોપ, આજે આ જગ્યાએ થઈ શકે વરસાદ
ઉત્તર ભારતમાં હજી પણ ઠંડીનો પ્રકોપ, આજે આ જગ્યાએ થઈ શકે વરસાદ
નવી દિલ્હીઃ આખા ઉત્તર ભારતમાં હાલ ભીષણ ઠંડ પડી રહી છે, જો કે પહેલાના મુકાબલે ઠંડીમાં થોડી રાહત થઈ છે પરંતુ હજી પણ ઉત્તર ભારતના કેટલાય ભાગમાં ઝાકળછાયું વાતાવરણ છે, રવિવારે પણ દિલ્હી સહિત દેશના કેટલાય ભાગોમાં ઝાકળછાયું વાતાવરણ રહ્યું, જ્યારે હવાની ગુણવત્તા બહુ ખરાબ થઈ ગઈ છે. આ ઉપરાંત પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ નોંધાયો.

આ જગ્યાએ વરસાદ થઈ શકે
સ્કાઈમેટ મુજબ પાછલા ચોવીસ કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા અને કરા પડવાની ઘટના નોંધાણી છે, જ્યારે આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી ભાગમાં એક-બે સ્થળોએ હળવો વરસાદ અથવા હિમપાત ચાલૂ રહેવાની સંભાવના છે જ્યારે આજે પૂર્વોત્તર રાજ્યોમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

આ સ્થળોએ મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે
એટલું જ નહિ, સિક્કિમ, પશ્ચિમ બગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરી રાજસ્થઆન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં કેટલીય જગ્યાઓ પર જ્યારે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

ફરીથી ઠંડ વધશે
જ્યારે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં 6 જાન્યુઆરી બાદ ઠંડ વધી શકે છે અને 7 જાન્યુઆરી બાદ ડિસેમ્બરવાળા દિવસો એટલે કે શીતલહેરની વાપસી થઈ શકે છે અને 15 જાન્યુઆરી સુધી દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
