યુપીઃ સામુહિક દુષ્કર્મ બાદ યુવતીને સળગાવી

આ ઘટના સત્તાધિશ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના ગૃહનગર ઇટાવાની છે. યુવતી ગંભીર રીતે સળગી છે. તેની સેફઇની એક હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે મંગળવારે સાંજે પીડિતાને તેના પ્રેમીએ પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં તેની સાથે તેના ચાર મિત્રોએ યુવતી સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો. પીડિતાએ આ અંગે ફરિયાદ પોલીસને કરવાનું કહ્યું તો આરોપીએ તેના પર કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી હતી.
પાડોસી પીડિતાને ગામની હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાંથી તેને સેફઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. પોલીસે બળાત્કાર અને હત્યાના પ્રયાસનો મામલો દાખલ કર્યો છે, પરંતુ આ ઘટનામાં હજુ સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
