'રોબર્ટ વાઢેરા ફક્ત સન ઇન લો નહી સન ઓફ લો પણ છે'

twitter robert vadra
નવી દિલ્હી, 8 ઑક્ટોબર: સોનિયા ગાંધીના જમાઇ અને જાણીતા બિઝનેસ મેન રોબર્ટ વાઢેરા વિરૂદ્ધ ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તા અરવિંદ કેઝરીવાલના આરોપો પછી ટિ્વટર પર જંગ ચાલુ છે. આ આખા બનાવને મુદ્દે સોશિયલ મીડીયામાં ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. હાલ વાઢેરા જે પગલાં ભરે છે તેનાથી વિવાદોના ઘેરાવામાં જઇ રહ્યાં છે. વાઢેરાએ ટિ્વટર પર પોતાની સ્પષ્ટતા કરી હતી પછી પોતાના ફેસબુક એકાઉન્ટમાં 'મેંગો પીપુલ ઇન બનાના રિપબ્લિક' લખીને લોકોને ચર્ચાની તક આપી રહ્યાં છે. ત્યારબાદ વાઢેરાએ પોતાના ફેસબુક એકાઉન્ટને ડિએક્ટિવ કરી દિધું હતું.

ત્યારબાદ ટિ્વટર પર વાઢેરાની મજાક ઉડાવવામાં આવી રહી છે. ટિ્વટર યૂજર ક્ષિતિજ મેહતાએ ટિ્વટ કર્યું છે કે રોબર્ટ વાડ્રા પોતાનુ નામ બદલીને રોબર વાઢેરા રાખવાના છે. બિગ નામના યૂજરે ટિ્વટ કર્યું છે કે રોબર્ટ વાઢેરા એક ટ્રેલર છે અમારા દેશમાં દરેક રાજકીય પર્સાલિટીનો એક એવો જમાઇ છે. સંધપરિવાર ઓઆરજી વેબ નામના યૂજરનું કહેવું છે કે મને વિશ્વાસ થતો નથી કે 'જીજા જી' ગોટાળા ફક્ત 300 કરોડ રૂપિયાનો જ છે. મેંગો મેન નામ યૂજરે ટિ્વટ કર્યું છે કે રોબર્ટ વાઢેરાની કુલ સંપત્તિ ફક્ત 300 કરોડની છે એ સાંભળીને સોનિયા ગાંધી શરમ અનુભવતાં હશે કારણ કે રાજકારણીઓમાં હવે વાઢેરાને બીપીએલ ગણવામાં આવશે.

તુષાર શર્માનું કહેવું છે કે હવે હું સમજી ગયો છું કે રોબર્ટ વાઢેરા ફક્ત સન ઓફ લો નહી પરંતુ 'સન ઓફ લો' છે. સાગરિકા ઘોષે ટિ્વટ કર્યું છે કે સલમાન ખુર્શીદ અને જયંતી નટરાજન વરિષ્ટ સન્માનિત રાજનીતિજ્ઞ છે. રોબર્ટ વાઢેરાનો બચાવ કરીને તે પોતાના કદને કેમ ઓછું કરી રહ્યાં છે? ઉજ્જવલ મોદીએ સૌથી સરસ ટિ્વટ કર્યું છે. તેમણે લખ્યું છે કે જો પ્રિયંકા ચોપરા વાઢેરાનાને પ્રપોજ કરે તો તે કહેશે કે અગર મિલ જાઓ... કમાના છોડ દેંગે હમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X