Chandrayaan 3 : વિક્રમ લેન્ડર અને ઈસરો વચ્ચે કોમ્યુનિકેશન સ્થાપિત, લેન્ડ બાદના ફોટો સામે આવ્યા, જુઓ ફોટો

ભારતના ચંદ્રયાન 3 ના વિક્રમ લેન્ડરે ચંદ્રની ધરતી પર ઉતરતાની સાથે જ કામ શરૂ કરી દીધુ છે. ઈસરો અને વિક્રમ લેન્ડર લચ્ચેનો સંપર્ક સ્થાપિત થઈ ગયો છે. વિક્રમ લેન્ડરે સંપર્ક સ્થાપિત થતા જ લેન્ડિંગ બાદના ફોટો ઈસરોને મોકલ્યા છે.

ઈસરો વૈજ્ઞાનિકો અનુસાર, ચંદ્ર પર ઉતર્યા બાદ ત્યાંથી ડેટા મેળવવો એક મોટો પડકાર હતો. જેને પાર કરીને બેંગલુરુમાં સ્થિત MOX-ISTRAC એ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. હવે તે ત્યાં થનારા સંશોધનની માહિતી મોકલતુ રહેશે.

Vikram lander and ISRO

વિક્રમે લેન્ડરે કોમ્યુનિકેશન સ્થાપિત થતા જ કામ શરૂ કરી દીધું છે અને ઈસરોને ઘણી તસવીરો મોકલી છે. આ ફોટો ઈસરોએ લોકો સાથે શેર કર્યા છે. ISRO અનુસાર, વિક્રમ લેન્ડરના હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાએ નીચે ઉતરતી વખતે ઘણી તસવીરો લીધી હતી, જે હવે રિલીઝ કરવામાં આવી છે.

ફોટોમાં દેખાઈ રહેલી જગ્યા ચંદ્રનો દક્ષિણ ધ્રુવ છે. આ ચંદ્ર પરની સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે. અહીં મોટા મોટા ખાડા છે, જે વિક્રમ દ્વારા મોકલવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. પ્રજ્ઞાન રોવર તેના નિર્માણનું રહસ્ય ઉકેલશે.

લેન્ડિંગ બાદ થોડી વારમાં લેન્ડર વિક્રમે મેસેજ કરીને ઈસરો સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. લેન્ડરે મેસેજ કર્યો કે, ભારત, હું મારા મુકામ પર પહોંચી ગયો છું અને તમે પણ પહોંચી ગયા છો. આ પછી ઈસરોએ ટ્વીટ કરીને આ મેસેજ લોકો સાથે શેર કર્યો અને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા. ઈસરોએ આ મિશનમાં મદદ કરનાર કંપનીઓનો પણ આભાર માન્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X