For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીયૂના નિર્ણયનું ભાકપાએ કર્યું સ્વાગત

|
Google Oneindia Gujarati News

cpi
નવી દિલ્હી, 17 જૂન : ભાજપની સાથે 17 વર્ષ જૂનું પોતાનું ગઠબંધન તોડી નાખનાર જેડીયૂના નિર્ણયનું સ્વાગત કરતા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા)એ સોમવારે કહ્યું કે વિશ્વાસ મત દરમિયાન બુધવારે વિધાનસભામાં પાર્ટીના વિધાયક નીતિશ સરકારનું સમર્થન કરશે.

ભાજપા કેન્દ્રીય સચિવાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે એનો અર્થ નીતિશ કુમાર સરકારને સંપૂર્ણ સમર્થન નહીં હોય અને તેના કાર્યોને ગુણવત્તાના આધાર પર પારખવામાં આવશે. ભાકપા અને ભાકપા (માર્ક્સિસ્ટ અને લેનિનવાદી)એ ભાજપાના બિહાર બંધના આહ્વાનનો વિરોધ નોંધાવ્યો છે.

પાર્ટીએ જણાવ્યું કે ભાજપામાં નરેન્દ્ર મોદીનું કદ વધારવાની સામે જેડીયૂનું આ મહત્વપૂર્ણ પગલું છે અને તે હિન્દુત્વ સાથે જોડાયેલી શક્તિઓ સામે સંધર્ષ છે. ભાકપાએ કહ્યું કે જેડીયૂને આ નિર્ણય ધર્મનિરપેક્ષતાના હિતમાં પહેલા જ કરવું જોઇતું હતું. હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે હવે આરએસએસના ફતવા અંતર્ગત ભાજપાની પ્રત્યેક વસ્તુઓ ચાલી રહી છે.

ભાકપા(માલે)એ પણ જેડીયૂના ભાજપાથી અલગ થવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે અમે નીતિશ કુમારને બિહારના એજેન્ડાથી ભટકવા નહીં દઇએ અને અમે સરકારને તેની દરેક નિષ્ફળતાઓ માટે જવાબદેહ બનાવીશું.

પાર્ટીના નીતિશ કુમાર પર કોંગ્રેશ અને તૃણમૂલ કોંગ્રેસ જેવી ભ્રષ્ટ અને તકવાદી તાકતો સાથે સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો. ભાકપા માલેએ કહ્યું કે લાલુ પ્રસાદે પ્રતિસ્પર્ધા કરવાના ક્રમમાં નીતિશ હવે કોંગ્રેસને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

English summary
Communist party of India welcomes JDU's decision to break up with BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X