ફેસબુક પર શેર કર્યો પીએમ મોદીનો વાંધાજનક ફોટો, કેસ ફાઈલ

ભાજપના યુથ વિંગના એક કાર્યકર્તા હેમંત ગુપ્તાએ ફેસબુક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વાંધજનક ફોટો પોસ્ટ કરવાના મામલે એક ફરિયાદ દાખલ કરાવી છે.

ભાજપના યુથ વિંગના એક કાર્યકર્તા હેમંત ગુપ્તાએ ફેસબુક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વાંધજનક ફોટો પોસ્ટ કરવાના મામલે એક ફરિયાદ દાખલ કરાવી છે. ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા હેમંત ગુપ્તાએ આ ફરિયાદ આગ્રાના પ્રેમ સિંહ રાઠોડ સામે ફાઈલ કરાવી છે. વળી, પોલિસે જણાવ્યુ કે ફરિયાદ નોંધી લીધી છે પરંતુ આરોપી અત્યારે ફરાર છે અને તેની તપાસ ચાલુ છે.

પ્રેમસિંહ રાઠોડની ફેસબુક પોસ્ટ પર પીએમ મોદીનો વાંધાજનક ફોટો

પ્રેમસિંહ રાઠોડની ફેસબુક પોસ્ટ પર પીએમ મોદીનો વાંધાજનક ફોટો

વાંધાજનક ફેસબુક પોસ્ટ સામે ફરિયાદ હેમંત ગુપ્તાએ જણાવ્યુ, મે પ્રેમસિંહ રાઠોડની ફેસબુક પોસ્ટ પર પીએમ મોદીનો વાંધાજનક ફોટો જોયો, આ પોસ્ટમાં કેટલીક વાંધાજનક કમેન્ટ પણ હતી જે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડનાર છે. આ પોસ્ટ અર્ચના યાદવની ફેસબુક વોલથી રાઠોડ દ્વારા શેર કરવામાં આવી હતી. બાદમાં માલુમ પડ્યુ કે અર્ચના યાદવની આઈડી ફેક છે. એટલા માટે મે રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.

આઈટી એક્ટ હેઠળ મામલો નોંધાયો

આઈટી એક્ટ હેઠળ મામલો નોંધાયો

તાજગંજ એસએચઓ વિનોદ કુમારે જણાવ્યુ કે, "પોસ્ટનો સ્ક્રીનશોટ વોટ્સએપ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. અમે આઈટી એક્ટ હેઠળ કેસ ફાઈલ કરી લીધો છે અને ફરાર આરોપીની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે જો કે બાદમાં તે પોસ્ટ હટાવી લેવામાં આવી હતી."

ફેક આઈડી દ્વારા કરવામાં આવી હતી પોસ્ટ

ફેક આઈડી દ્વારા કરવામાં આવી હતી પોસ્ટ

તમને જણાવી દઈએ કે ફેક આઈડી દ્વારા આજકાલ ફેસબુક પર અલગ અલગ પ્રકારની ભ્રામક વસ્તુઓ પોસ્ટ કરવામાં આવે છે. અપશબ્દો અને વાંધાજનક કન્ટેન્ટ જેવી ઘટનાઓમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. સોશિયલ મીડિયા પર આ પ્રકારના સમાચારોના કારણે પોલિસે વોચ ગોઠવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X