Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કમલ હસન અને બિગ બોસ સામે કેસ ફાઈલ, જયલલિતા પર કરી હતી ટીપ્પણી

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસન અને બિગ બોસનું તમિલ વર્ઝન એક નવા વિવાદમાં ફસાતુ દેખાઈ રહ્યુ છે.

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસન અને બિગ બોસનું તમિલ વર્ઝન એક નવા વિવાદમાં ફસાતુ દેખાઈ રહ્યુ છે. કમલ હસન, ચેન્નઈ પોલિસ કમિશ્નર વિજય ટીવી અને તમિલ બિગ બોસના સિઝન-2 સામે એક કેસ ફાઈલ કરાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કમલ હસન તમિલ બિગ બોસ શોના સિઝન-2 ને હોસ્ટ કરી રહ્યા છે. ફરિયાદકર્તાનો આરોપ છે કે કમલ હસને શો દરમિયાન પૂર્વ સીએમ જયલલિતાને તાનાશાહ તરીકે રજૂ કર્યા.

kamal hasan

તમને જણાવી દઈએ કે હાલમાં જ ટેલીકાસ્ટ થયેલા એક એપિસોડમાં ભાગ લઈ રહેલા પ્રતિયોગીઓને એક ટાસ્ક ગેમ આપવામાં આવી હતી. જ્યાં કેદીઓમાંથી એકને તાનાશાહ રૂપે કાર્ય કરવાનું હતુ. ફરિયાદકર્તાનું કહેવુ છે કે કાર્યક્રમ દરમિયાન કમલે નિવેદન આપ્યુ હતુ, તમે જાણો છો કે રાજ્ય પર શાસન કરતા તાનાશાહો સાથે શું થયુ? ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો કે હસન મૃત જયલલિતાને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા.

ફરિયાદ લુઈસલ રમેશ નામના એક વકીલ દ્વારા ફાઈલ કરાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં અભિનેતા કમલ હસન પર તમિલ સાપ્તાહિક મેગેઝીન આનંદ વિક્ટનમાં હિંદુ આતંકવાદની ટીપ્પણી કરવા પર વારાણસીની એક અદાલતે કેસ ફાઈલ કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X