For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપા નેતા અબ્દુલ્લા ખાન સામે ફરિયાદ નોંધાઈ, જાણો શું છે આરોપ?

સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ્લા ખાન સામે ઉત્તર પ્રદેશ પોલીસે ફરિયાદ નોંધી છે. વિગતો અનુસાર, અબ્દુલ્લા ખાન પર એક વ્યક્તિ સાથે મારામારી કરવાનો આરોપ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ્લા ખાન સામે ઉત્તર પ્રદેશ પોલીસે ફરિયાદ નોંધી છે. વિગતો અનુસાર, અબ્દુલ્લા ખાન પર એક વ્યક્તિ સાથે મારામારી કરવાનો આરોપ છે. અબ્દુલ્લા ખાન પર આ ફરિયાદ રામપુર જિલ્લામાં એક મતદાન મથક પર મારપીટ કરવા અને મતદાન ન કરવા દેવા બદલ નોંધી છે.

Sp

અબ્દુલ્લા ખાન સાથે પોલીસે ત્રણ પત્રકારોના નામ પણ એફઆરઆઈમાં નોંધ્યા છે. વિકાસ સિંહ, અંકુર પ્રતાપ સિંહ અને શાહબાઝના નામ આ એફઆરઆઈમાં છે. આ FIR રામપુરના રહેવાસી નદીમ ખાનની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, આ ઘટના 5 ડિસેમ્બરે રામપુરમાં યોજાયેલા મતદાન સમયની છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, તે મતદાન મથક તરફ જઈ રહ્યો હતો ત્યારે અબ્દુલ્લા ખાને ત્રણ પત્રકારો અને સમર્થકો સાથે તેને રોકી ઓળખ પત્ર બતાવવા કહ્યું હતું. ફરિયાદીએ ઓળખપત્ર બતાવવાની ના પાડતાં મારપીટ કરી અને ગેરવર્તન કર્યું હતું.

ફરિયાદીએ આગળ કહ્યુ છે કે, અબ્દુલ્લા ખાને ધમકી આપી હતી કે જો તે વોટ આપવા આવશે તો તે જીવ ગુમાવશે. આ સાથે ફરિયાદીએ સમાજવાદી પાર્ટીના નેતા પર મિત્ર મેહરબાન અલીને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું કે, તેના મિત્રને પણ વોટિંગ પર પ્રતિબંધ અંગે સવાલ કરવા માટે ધમકી આપવામાં આવી છે. આ સિવાય ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અબ્દુલ્લા ખાન અને તેના સમર્થકો વારંવાર મતદાન કેન્દ્રમાં ઘૂસ્યા હતા.

ફરિયાદના આધારે પોલીસે અબ્દુલ્લા આઝમ ખાન સામે IPCની કલમો હેઠળ રમખાણો, ચૂંટણીના સંબંધમાં ખોટા નિવેદનો કરવા, નુકસાન પહોંચાડવા, શાંતિ ભંગ કરવા માટે ઈરાદાપૂર્વક અપમાન, ગુનાહિત ધમકી, ધાકધમકી જેવી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

English summary
Complaint registered against SP leader Abdullah Khan, know what is the charge?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X