લાલકૃષ્ણ અડવાણી ક્યારેય જુઠ્ઠું બોલતા નથી: મુલાયમ

mulayam-advani
લખનઉ, 24 માર્ચ: ઉત્તર પ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે શનિવારે લોહિયા જયંતીના અવસરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સાર્વજનિક રીતે પ્રશંસા કરી બધાને આશ્વર્યમાં મુકી દિધા હતા. મુલાયમ સિંહે કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી જુઠ્ઠુ બોલતા નથી.

મુલાયમ સિંહે લખનઉમાં સમાજવાદી ચિંતક ડો રામમનોહર લોહિયાની 103મી જયંતિના અવસરે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે 'લાલકૃષ્ણ અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા છે અને બધા મુદ્દાઓઅ પર તેમની પ્રમાણિક સલાહ હોય છે. તે ક્યારેય જુઠ્ઠુ બોલતા નથી. મુલાયમ સિંહે કહ્યું હતું કે તે લાલકૃષ્ણ અડવાણી ઘણીવાર મળ્યાં છે અને તેમને વિશ્વાસ છે કે તે ક્યારેય જુઠ્ઠુ બોલતા નથી.

ઉત્તર પ્રદેશમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતીની ચર્ચા કરતાં મુલાયમ સિંહે સ્પષ્ટપણે કહ્યું હતું કે વિપક્ષીઓ દ્રારા અહીંની સ્થિતી વધારી ચઢાવી રજૂ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશથી વધુ અપરાધ દિલ્હીમાં થાય છે પરંતુ કોઇ ઢંઢેરો પીટતું નથી અને ના તો કોઇ રાજીનામું માંગતું નથી. મુલાયમ સિંહે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તે લોહિયાના વિચારો અને આદર્શોને પોતાના જીવનમાં ઉતારો અને એક સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરો.

મુલાયમ સિંહે પ્રદેશના મંત્રીઓને સલાહ આપી હતી. તેમને કહ્યું હતું કે મંત્રીઓને લાગે છે કે મને તેમના વિશે ખબર નથી. મને બધાના સમાચાર મળે છે. હું એટલું જ કહેવા માંગીશ કે પદ મળ્યું છે તો સારું કામ કરે અને પ્રજાની સમસ્યાઓ દૂર કરે. લોકસભાની ચુંટણી સામે આવે છે માટે પ્રજા વચ્ચે સમાજવાદી પાર્ટીની ઉપલબ્ધિઓને પહોંચાડવાનો પ્રયત્ન કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X