For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રશ્નકાળ પર સંસદમાં હોબાળો, અધીર રંજન બોલ્યા - આ લોકતંત્રનુ ગળુ દબાવવાની કોશિશ

સંસદમાં આ વખતે પ્રશ્નકાળ પણ નહિ થાય જેના માટે સંસદમાં અત્યારે હોબાળો થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજથી ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. કોરોના મહામારીના કારણે આ વખતે સત્રમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આ વખતે અલગ અલગ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી, આ વખતે પ્રશ્નકાળ પણ નહિ થાય. જેના માટે સંસદમાં અત્યારે હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે પ્રશ્નકાળ સંસદ પ્રણાલીમાં હોવો ખૂબ જરૂરી છે. એ સંસદની આત્મા છે પરંતુ સરકાર પ્રશ્નકાળને હટાવીને લોકતંત્રનુ ગળુ ઘોંટવાની કોશિશ કરી રહી છે.

પ્રશ્નકાળ સંસદનુ મુખ્ય અંગ છે

પ્રશ્નકાળ સંસદનુ મુખ્ય અંગ છે

વળી, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે પ્રશ્નકાળ અને પ્રાઈવેટ મેમ્બર બિઝનેત હોવો ખૂબ જરૂરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ કહ્યુ કે પ્રશ્નકાળ સંસદીય પ્રણાલીના મૂળભૂત ઢાંચા સાથે જોડાયેલ, તેનુ મુખ્ય અંગ છે.

રાજનાથ સિંહે કર્યો બચાવ

રાજનાથ સિંહે કર્યો બચાવ

આ મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરકારનો બચાવ કરીને કહ્યુ કે ઘણા બધા નેતાઓ સાથે મે પણ વાતચીત કરી છે. અસામાન્ય પરિસ્થિતિઓમાં સંસદની કાર્યવાહી આપણે કરવી પડી રહી છે. આમાં સૌનો સહયોગ જોઈએ, આ વિશેષ સત્ર છે, માત્ર 4 કલાક માટે સંસદ ચાલશે અને મે અનુરોધ કર્યો હતો કે તેમાં પ્રશ્નકાળ ન હોય, અડધા કલાકનો એક ઝીરો અવર હોય, રાજનાથ સિંહે કહ્યુ કે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો તેને અડધા કલાકમાં કરી શકો છો. મોટાભાગની પાર્ટીના નેતાઓએ આના પર સંમતિ આપી હતી અને ત્યારબાદ જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંસદની કાર્યવાહી ચાલશે, તેમાં પ્રશ્નકાળ નહિ હોય.

તમારા બધાનો સહયોગ જોઈએઃ રાજનાથ સિંહ

તમારા બધાનો સહયોગ જોઈએઃ રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે હું બધા સમ્માનિત સભ્યોને અનુરોધ કરવા માંગુ છુ કે અસામાન્ય સમયમાં સંસદનુ સત્ર થઈ રહ્યુ છે આમાં તમારા બધાનો સહયોગ જોઈએ. એટલુ જ નહિ લેખિત પ્રશ્નોના માધ્યમથી જે પણ માહિતી જોઈએ તેની જાણકારી મંત્રી આપશે. શૂન્ય કાળ દરમિયાન પણ પ્રશ્ન પૂછી શકાય છે.

'PM મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો''PM મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો'

English summary
Congres says government cancelled question hour to strangle democracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X