કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસની 124 ઉમેદવારોની યાદી જાહેર, ખડગેના દીકરાનુ પણ નામ સામેલ

congress

Karnataka Assembly Elections: કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને રાજ્ય પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમારના નામ છે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંકનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

કોંગ્રેસના પૂર્વ સીએમ વરુણા વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરશે

કોંગ્રેસની પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ ડી કે શિવકુમારના નામ છે. પાર્ટીએ પૂર્વ સીએમને મૈસુરની વરુણા વિધાનસભા સીટ પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે, જે તેમનો ગૃહ મતવિસ્તાર છે. આ સિવાય KPCC ચીફ ડીકે શિવકુમારને કનકપુરાથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રિયાંક ખડગે ચિતાપુરથી ચૂંટણી લડશે

યાદીમાં અન્ય નામોમાં યમકાનમર્દીથી કોંગ્રેસના નેતા સતીશ જારકીહોલી, બેલગામ ગ્રામીણથી લક્ષ્મી હેબ્બાલકર, ચિત્તાપુરથી પ્રિયાંક ખડગે, શિવાજીનગરથી રિઝવાન અરશદ, ગાંધીનગરથી દિનેશ ગુંડુ રાવ, નરસિંહરાજાથી તનવીર સૈત અને ચામરાજપેટથી બી ઝેડ ઝમીર અહેમદ ખાનનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X