રાફેલની આડમાં રાહુલને લોન્ચ કરવા માંગે છે કોંગ્રેસ: BJP

રાફેલ ડીલ પર કોંગ્રેસ સતત ભાજપા પર હુમલો કરી રહી છે. ત્યારે ભાજપ ઘ્વારા પર કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવીને રાહુલ ગાંધીના કરિયરને બચાવવાની કોશિશ કરી રહી છે

રાફેલ ડીલ પર કોંગ્રેસ સતત ભાજપા પર હુમલો કરી રહી છે. ત્યારે ભાજપ ઘ્વારા પર કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવીને રાહુલ ગાંધીના કરિયરને બચાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેમની આ કોશિશ કામ નહીં આવે. ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ ખોટું ફેલાવી રહી છે પરંતુ તેનાથી તેમનું ભલું નહીં થાય. સંબિત પાત્રા ઘ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી પર ભાજપનો પ્રહાર

રાહુલ ગાંધી પર ભાજપનો પ્રહાર

સંબિત પાત્રા ઘ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસે યુપીમાં તેમને ખાટ પર લોન્ચ કરવાની કોશિશ કરી પરંતુ તેમને સફળતા મળી નહીં. ત્યારપછી સાઇકલ પર રાહુલને લોન્ચ કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ સાઈકલના ટાયરે સાથે છોડી દીધો. હવે રાહુલને લોન્ચ કરવા માટે કોંગ્રેસ રાફેલનો સહારો લઇ રહી છે પરંતુ તેમાં તેમને કોઈ સફળતા નહીં મળે.

રાફેલ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

રાફેલ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

રાફેલ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી ચુકી છે. રાહુલ ગાંધીએ "ચોકીદાર ચોર" ઘ્વારા ભાજપ પર પ્રહાર કર્યા તો ભાજપે પણ ગાંધી પરિવાર પર હવાલા ઘ્વારા પૈસા ભેગા કરવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ગાંધી પરિવાર બેંગ્લોરથી દિલ્હી હવાલા ઘ્વારા પૈસા મોકલાવે છે જયારે સંબિત પાત્રાએ રાફેલ પર કોંગ્રેસના આરોપોને નકારતા કહ્યું કે તેનાથી રાહુલ ગાંધીના કરિયરને ગતિ નહીં મળે.

ગાંધી પરિવાર પર હવાલા ઘ્વારા પૈસા ભેગા કરવાનો આરોપ

ગાંધી પરિવાર પર હવાલા ઘ્વારા પૈસા ભેગા કરવાનો આરોપ

સંબિત પાત્રા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે કિલોના હિસાબથી પૈસા કર્ણાટકથી દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડવામાં આવે છે, આ પૈસા કરોડોમાં છે. ભાજપા પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસને રાહુલ ગાંધીની છબી સારી બનાવવા માટે પૈસાની જરૂર છે. પાર્ટીનું બધું જ ધ્યાન સોનિયા અને રાહુલ ગાંધી પર છે, જયારે ગાંધી પરિવારનું ધ્યાન પૈસા પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X