For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019ની ચૂંટણી પહલા કોંગ્રેસની મોટી તૈયારી, ઘરે-ઘરે જશે 2 લાખ કાર્યકરો

લોકસભા 2019ની ચૂંટણી પહલા કોંગ્રેસની મોટી તૈયારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ દલોએ પોતાની કમર કસવાની શરૂ કરી દીધી છે. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની તમામ સાત સીટો પર પોતાના ઈંચાર્જનું એલાન કરી દીધું છે તો બીજી બાજુ કોંગ્રેસે પણ દિલ્હીમાં લોક સંપર્ક અભિયાન શરૂ કરી કરવાનું એલાન કરી દીધું છે. લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે.

મોદી અને કેજરી સરકાર પર લગાવ્યો આરોપ

મોદી અને કેજરી સરકાર પર લગાવ્યો આરોપ

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય માકને સેન્ટ્રલ દિલ્હીમાં સંત રવિદાસ ચૌક પર લોક સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. એમણે દાવો કર્યો છે કે લોકો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા છે. અજય માકને કહ્યું કે દિલ્હીની જનતા હવે બહુ સારી રીતે સમજી ગઈ છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર જૂઠા વાયદા કરનાર અને કામ ન કરનાર સરકાર છે, જ્યારે નરેન્દ્ર મોદી જુમલા આપે છે અને કામ કરવામાં સક્ષમ નથી.

અજય માકને કર્યા પ્રહાર

અજય માકને કર્યા પ્રહાર

માકને દાવો કર્યો છે કે લોકો હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફ જોઈ રહ્યા છે. લોકોને રાહુલ ગાંધીથી ઘણી અપેક્ષા છે કેમ કે માત્ર તેઓ જ સક્ષમ અને સ્થિર સરકાર આપવામાં સક્ષમ છે. લોક સંપર્ક અભિયાનની શરૂઆત કરવાની સાથે આજુ બાજુના વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાર્ટીના કાર્યકર્તાઓને પુસ્તકોનું વિતરણ કર્યું હતું જેમાં મોદી સરકારના જૂઠા વાયદા અને કેજરીવાલ સરકારના ભ્રષ્ટાચારના મામલાઓનો ઉલ્લેખ છે.

કોંગ્રેસનું ડીટૂડી કેમ્પેઈન

કોંગ્રેસનું ડીટૂડી કેમ્પેઈન

કોંગ્રેસનો આ લોક સંપર્ક કાર્યક્રમ 19 નવેમ્બર સુધી ચાલશે, જેમાં ત્રણ લાખ કોંગ્રેસી કાર્યકર્તા શહેરના લોકોના ઘરે જશે અને એમને મોદી સરકાર અને કોજરીવાલ સરકારની હકીકત જણાવશે. લોકસભા ચૂંટણી નજીક હોય ભાજપને હરાવવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ઉત્તર પ્રદેશમાં બસપા અને સપા સાથે કોંગ્રેસ સાંઠગાંઠ કરીને ત્યાં ભાજપની મુશ્કેલી વધારી શકે છે તો રાજસ્થાન વિધાનસભામાં પણ વસુંધરા રાજેની સામે સચિન પાયલટને આગળ ધરીને ભાજપની મુશ્કેલી વધારી શકે છે.

5 હત્યાઓના કેસમાં રામપાલને આજે સજા સંભળાવવામાં આવશે5 હત્યાઓના કેસમાં રામપાલને આજે સજા સંભળાવવામાં આવશે

English summary
Congress big move ahead of 2019 Loksabha poll door-to door campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X