For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયાની જાળમાં ગુંચાયેલ ભાજપ-કોંગ્રેસ કરી રહી છે ભૂલો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબર: 5 રાજ્યોમાં વિભાનસભા અને લોકસભાની ચૂંટણી 2014 માટે પાર્ટીઓ તૈયાર છે. સોશિયલ મીડિયા, ટેક્નોલોજી, ફોટોશોપનો ઉપયોગ કરી પાર્ટીઓ લોકો સુધી પોતાના કામોનો પ્રચાર કરી રહી છે, પરંતુ ટેક્નોલોજીના ઉપયોગમાં કેટલીક ભૂલો સામે આવી રહી છે. દેશના મુખ્ય બે પક્ષો કોંગ્રેસ અને ભાજપ એક તરફ એકબીજાની ખેંચતાણ કરવાનું ભૂલતી અંતેહે તો ચૂંટણી પ્રચારમાં એકબીજા વચ્ચે પ્રેમ ઉજાગર કરી રહી છે. ફોટોશોપનો ઉપયોગ કરી પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગઇ છે. ફોટોશોપ એક એવું સોફ્ટવેર છે જે ચૂંટણી દરમિયાન નેતાઓનું હથિયાર બની જાય છે.

આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી નેતા અને તેમના સમર્થક તસ્વીરોની હેરાફેરી કરી પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. પોતાની વાતોને રોચક રીતે રાખવાનો તેમનો પ્રતત્ન ક્યારેક-ક્યારેક તેમના માટે જ ટીકાનું કારણ બની જાય છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા અપલોડ કરવામાં આવેલા બે ફોટાએ તેમના ચૂંટણી પ્રચારની સચ્ચાઇ ઉજાગર કરી દિધી છે.

bharat-nirman

કોંગ્રેસના ભારત નિર્માણના પોસ્ટરમાં જે છોકરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે છોકરીનો ફોટો ભાજપની વેબસાઇટ પર એક પોસ્ટરમાં પણ છે. ફોટાને ધ્યાનથી જોવામાં આવે તો ગુલાબી રંગના કપડાં પહેરેલી છોકરી બંને પાર્ટીઓના પોસ્ટરોમાં છે. આ ફોટાની સાથે જ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારની રીત પર સવાલ ઉભો થાય છે. જો કે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આઇડિયા ચોરવાનો આરોપ લગાવી રહી છે. પરંતુ આ બધુ તેમના જુઠ્ઠા પ્રચારની પદ્ધતિ પર પડદો નાખી ન શકે.

ફોટોશોપ ટેક્નોલોજીનો ઉપયોગ કરી 'ભાગ મિલ્ખા ભાગ' પોસ્ટરના મુદ્દે શિવરાજ સિંહના પોસ્ટરનો ખૂબ વાઇરલ થઇ રહ્યું છે. આ પ્રકારે નરેન્દ્ર મોદીના એક ફેક ફોટો જેમાં તેમને ઝાડુ મારતાં દર્શાવવામાં આવ્યા હત સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ હતી. વાત ફોટાની નથી અહીં સવાલ રાજકીય પક્ષોની પ્રચાર પદ્ધતિનો છે. જે પ્રમાણે રાજકીય પક્ષો જુઠ્ઠનો સહારો લઇને પોતાના કામોના લેખા-જોખા જનતાની સામે રાખે છે તે પદ્ધતિ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. તોડ-જોડનું રાજકારણ કરનાર પક્ષ ચૂંટણી પ્રચારમાં પણ રાજકારણ અપનાવે છે. ફોટોશોપના માધ્યમથી પ્રચાર કરનાર પક્ષો સચેત થઇને તેનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી.

English summary
Congress and BJP accuse each other of stealing campaign ideas after policy ads feature the Same actor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X