Congress candidates election 2024: કોંગ્રેસે જાહેર કરી લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી
Congress candidates election 2024: કોંગ્રેસ દ્વારા હાલ યોજાઇ રહેલી લોકસભા ચૂંટણી માટે ઓડિશાથી 2 ઉમેવારો અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીએ નાગેન્દ્ર પ્રધાનને સંબલપુર લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે સુરેશ મહાપાત્રાને કટક લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જલેશ્વર વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય દેબી પ્રસાદ ચંદને ટિકિટ આપી છે. મોનાલિસા લેન્કા બાલાસોર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. બારીપાડા વિધાનસભા બેઠક પરથી બાદલ હેમરામના સ્થાને પ્રમોદ કુમાર હેમરામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

અજય સામલને બરચાણા વિધાનસભા મતવિસ્તારમાંથી અને ફકીર સામલ પલ્હારા બેઠક પરથી ચૂંટણી લડશે. ધારાસભ્ય મોહમ્મદ મુકિમને બારાબતી-કટક મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે પ્રતિમા મલિક જગતસિંહપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
ઓડિશામાં ચોથા તબક્કામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાશે. પ્રથમ તબક્કો 13 મે, બીજો તબક્કો 20 મે, ત્રીજો તબક્કો 25 મે અને છેલ્લો તબક્કો 1 જૂનના રોજ છે.
4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજુ જનતા દળ (બીજેડી)ને સૌથી વધુ 12 સીટો મળી હતી, ત્યારબાદ ભાજપને 8 અને કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી.












Click it and Unblock the Notifications
