કૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની કૈલાશ માનસરોવર યાત્રા માટે સતત સમાચારોમાં છવાયેલા છે. તેમની યાત્રા હાલમાં ભાજપ વર્તુળ અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની કૈલાશ માનસરોવર યાત્રા માટે સતત સમાચારોમાં છવાયેલા છે. તેમની યાત્રા હાલમાં ભાજપ વર્તુળ અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ ચર્ચાઓ દરમિયાન હવે કોંગ્રેસના યુવરાજે ટ્વિટ કર્યુ છે.
|
રાહુલ ગાંધીનું ટ્વિટ - અહીં નફરત નહિ શાંતિ છે
રાહુલ ગાંધીએ બુધવારે સવારે ટ્વિટ કર્યુ છે કે એક વ્યક્તિ ત્યારે જ કૈલાશ જાય છે જ્યારે તેને બુલાવો આવે છે. હું ઘણો ખુશ છુ કે મને આ તક મળી. હું અહી જે પણ જોઈશ તે તમારી સાથે શેર કરવાની કોશિશ કરીશ. વળી, રાહુલે કૈલાશ માનસરોવર પાસેની જાણીતી ઝીલનો ફોટો પણ શેર કર્યો છે.
|
'માનસરોવર ઝીલનું પાણી ઘણુ શાંત છે': રાહુલ ગાંધી ફોટો શેર કરતા
રાહુલે લખ્યુ છે કે માનસરોવર ઝીલનું પાણી ઘણુ શાંત છે. તે માત્ર આપે છે તો પણ કંઈ ગુમાવતા નથી. કોઈ પણ અહીં પાણી પી શકે છે, અહીં કોઈ પ્રકારની નફરત નથી અને આના કારણે જ આપણે પાણીની પૂજા કરીએ છીએ.

રાહુલ ગાંધીના વિમાનમાં આવી હતી ખરાબી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 31 ઓગસ્ટના રોજ કૈલાશ યાત્રા પર નીકળ્યા હતા, વાસ્તવમાં કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના વિમાન સાથે એક દૂર્ઘટના થતા બચી ગઈ હતી. અચાનક તેમનું વિમાન હજારો ફૂટ નીચે આવી ગયુ હતુ. તેના વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે વિમાન અચાનક 8 હજાર ફૂટ નીચે આવી ગયુ. હું અંદરથી હલી ગયો હતો અને લાગ્યુ કે હવે ગાડી ગઈ, ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યુ, હવે હું ત્યાં દર્શન કરવા જઈશ અને તે વચન પૂરુ કરવા માટે રાહુલ ગાંધી હાલમાં તે યાત્રા પર છે.

માનસ અને સરોવરને મિલાવીને બને છે ‘માનસરોવર'
તમને જણાવી દઈઅ કે હિંદુ ધર્મ માટે ખાસ મહત્વ ધરાવતુ માનસરોવર તિબેટની એક ઝીલ છે. કે જે 320 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. કૈલાશ પર્વત અને માનસરોવરને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે. તે હિમાલયની કેન્દ્રમાં છે. માનસરોવર એ પવિત્ર જગ્યા છે જેને શિવનું ધામ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે માનસરોવર પાસે સ્થિત કૈલાશ પર્વત પર ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે. માનસરોવર શબ્દ માનસ અને સરોવરને મિલાવીને બન્યો છે જેનો શાબ્દિક અર્થ થાય છે - મનનું સરોવર.












Click it and Unblock the Notifications
