સચિન પાયલટના પ્લાન પર પાણી ફર્યું? ગેહલોતના ઘરે CLPની બેઠકમાં 107 ધારાસભ્યોની હાજરી
સચિન પાયલટના પ્લાન પર પાણી ફર્યું? ગેહલોતના ઘરે CLPની બેઠકમાં 107 ધારાસભ્યોની હાજરી
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારમાં છવાયેલ રાજકીય સંકટ હાલ ટળતું જોવા મળી રહ્યું છે. આજે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસ સ્થાને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક થઇ જે વિશે સીએમના મીડિયા એડવાઇઝરે દાવો કર્યો કે બેઠકમાં પાર્ટીના 107 ધારાસભ્યો સામેલ થયા. આ બેઠક બાદ તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રી આવાસથી બસમાં બેસાડી લઇ જવામાં આવ્યા. આ દરમિયાન એક ધારાસભ્યએ અશોક ગેહલોત સરકાર માટે 'ઑલ ઇજ વેલ' રહેવાની વાત કરી છે. આ બેઠકમાં કેટલાક પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અશોક ગેહલોતના નેતૃત્વમાં પૂર્ણ ભરોસો જતાવવાની સાથે જ પાર્ટી વિરુદ્ધ ગતિવિધિ ચલાવનારાઓની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની વાત કહેવામા આવી છે.

જો મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે 107 ધારાસભ્યો પહોંચ્યા છે તો નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ માટે મોટો ઝાટકો છે, કેમ કે તેઓ પાર્ટીનો એકપણ ધારાસભ્યને તોડી ના શક્યા. આ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં જે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા તેમાં કોંગ્રેસમાં ઉથલ પાથલનું ઠીકરું પણ ભાજપ પર ફોડવામાં આવ્યું છે. પાર્ટી પર લોકતંત્ર સાથે ખિલવાડ કરીરાજસ્થાનની 8 કરોડ જનતાનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે ભાજપની આવા પ્રકારની હરકત જનતા ક્યારેય મંજૂર નહિ કરે. ધારાસભ્ય દળે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂરો ભરોસો જતાવ્યો છે અને એકમતથી અશોક ગેહલોત સરકારનું સમર્થન કર્યું છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પાસ થયેલ પ્રસ્તાવમાં પણ એમ કહેવામાં આવ્યું કે પાર્ટીના કોઇપણ પદાધિકારી અથવા ધારાસભ્યદળનોસભ્ય કોંગ્રેસ સરકાર, પાર્ટી વિરુદ્ધ કોઇપણ ગતિવિધિઓમાં સામેલ જણાશેતો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠક બાદ કોંગ્રેસ ધારાસભ્યોને બસમાં ભરી મુખ્યમત્રી આવાસથી લઇ જવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
