કર્ણાટકમાં સરકાર બની રહી હોવાનો કોંગ્રેસનો દાવો, 140થી વધુ સીટો મળવાની સંભાવના વ્યક્ત કરી
કોંગ્રેસે પોતાના સર્વેમાં કર્ણાટકમાં સરકાર બની રહી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના દાવા અનુસાર કર્ણાટકમાં રાજ્યમાં 140થી વધુ સીટો મળી શકે છે.

નવી દિલ્હી : ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે અને હવે આગળના ક્રમમાં કર્ણાટક સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે કર્ણાટકમાં રાજનીતિ તેજ થઈ ગઈ છે અને તમામ પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસે મોટા દાવા કર્યા છે.
તમામ પાર્ટીઓ અલગ-અલગ દાવા કરી રહી છે ત્યારે કોંગ્રેસે પોતાના સર્વેમાં કર્ણાટકમાં સરકાર બની રહી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના દાવા અનુસાર કર્ણાટકમાં રાજ્યમાં 140થી વધુ સીટો મળી શકે છે. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર અનુસાર, આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કુલ 224 બેઠકોમાંથી 140 થી વધુ બેઠકો જીતી શકે છે. તેમણે દાવો કર્યો છે કે, બીજેપીના ઘણા ધારાસભ્યો આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે.
ડીકે શિવકુમારે ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અને મૈસુરના પૂર્વ મેયરને પાર્ટીમાં સામેલ કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. મૈસુરના પૂર્વ મેયર પુરૂષોથમ સાથે ધારાસભ્ય જી એન નંજુન્દાસસ્વામી અને બીજાપુરના ધારાસભ્ય મનોહર આયનાપુર સામેલ છે. આ તમામ બીજેપી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
ડીકે શિવકુમારે અહીં દાવો કર્યો કે, ભાજપ 2022ના ગુજરાત ચૂંટણીના પરિણામો પછી તરત જ કર્ણાટકમાં ચૂંટણી કરાવવા માંગતી હતી પરંતુ આ પગલાથી પીછેહઠ કરી છે. શિવકુમારે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અમે સિટીંગ ધારાસભ્યોની યાદી પણ જાહેર કરીશું, જે કોંગ્રેસમાં જોડાશે. આ અંગે ચર્ચા ચાલી રહી છે. હું અત્યારે કોઈ નામ જાહેર કરીશ નહીં. તેમણે કહ્યું કે નેતાઓ બિનશરતી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને પક્ષની વિચારધારા અને નેતૃત્વ સ્વીકારી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું કે, આ જ કારણ એ છે કે ભાજપને લાગે છે કે તેને જેટલા વધુ દિવસો મળશે તેટલા ફાયદાકારક રહેશે. તેથી તે પ્રયાસો કરી રહ્યા છે અને રોજ ટૂંકા ગાળાના ટેન્ડરો આવી રહ્યા છે. એડવાન્સ લેવામાં આવે છે અને કંઈપણ જોયા વિના ઉતાવળમાં નાણાં જારી કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ તેની ચર્ચા કરશે અને સરકારને જાણ કરશે. આ કરવા માટે તેના પર સ્ટેન્ડ સાથે સામે આવશે.












Click it and Unblock the Notifications
