મોદી ઇફેક્ટ! રાજીવ ગાંધીને 'સરકારી' શ્રદ્ધાંજલિ નહીં
નવી દિલ્હી, 21 મે: દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 23મી પૂણ્યતિથિ છે, પરંતુ આ વખતે તેમની પુણ્યતિથિ પાછલા વર્ષો કરતા કઇ અલગ દેખાઇ રહી છે. આજના દિવસે દરેક વર્ષે દેશના તમામ અખબારોમાં રાજીવ ગાંધી છવાયેલા રહેતા હતા. 2004માં જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારથી સતત રાજીવ ગાંધીની જન્મતિથિ અને પુણ્યતિથિ પર કરોડો રૂપિયાના સરકારી વિજ્ઞાપન સમાચારોમાં છવાયેલા રહેતા હતા.
પરંતુ હવે દેશની સત્તા બદલાઇ ચૂકી છે, નરેન્દ્ર મોદી દેશના ભાવી વડાપ્રધાન છે. જોકે તેમણે હજી શપથ લીધી નથી અને કાર્યભાર સંભાળ્યો નથી પરંતુ આને મોદીની અસર જ માનવામાં આવી રહી છે કે જે સમાચાર પત્રો રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિથી ભરાયેલા રહેતા હતા તે આજે ખાલી પડ્યા છે. માત્ર હરિયાણા સરકારની એક જાહેરાતે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. જોકે મોદીએ આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 23મી પુણ્યતિથિ પર ટ્વિટરના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
દરેક વર્ષે દેશના તમામ કોંગ્રેસ શાસિત રાજ્ય પણ રાજીવ ગાંધીની જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચ કરતા હતા. અહીં સુધી કે ઇન્ડિયન એરલાઇન્સ જે દર વર્ષે રાજીવ ગાંધીના જન્મદિવસ અને પુણ્યતિથિ પર જાહેરાત આપતું હતું તેણે પણ આ વર્ષે કોઇ જાહેરાત નથી આપી. અત્રે નોંધનીય છે કે રાજીવ ગાંધી રાજનીતિમાં આવતા પહેલા ઇન્ડિયન એરલાઇન્સમાં જ પાયલટ હતા. એક માહિતી અનુસાર યૂપીએએ માત્ર 2012માં જાહેરાત પર 22 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
કોણે કોણે આપી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરોમાં...

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા ગાંધી પરિવાર અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતું ગાંધી પરિવાર

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને કમલનાથ.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધી, રોબર્ટ વાઢેરા અને પ્રિયંકા વાઢેરા.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પ્રણવ મુખર્જી
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
