સુષમાનો સોનિયા પર પ્રહારઃ નામ જાહેર કરતા ડરી રહી છે કોંગ્રેસ
નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સુષમા સ્વરાજે રવિવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના પીએમ પદના ઉમેદવારનું નામ જાહેર કરતા ડરી રહી છે.

તેમણે કહ્યું કે, યુપીએ કાર્યકાળમાં અર્થવ્યસ્થા કથળી ગઇ છે અને સામાન્ય જનતાની હાલ બેહાલ છે. મનમોહન સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ડુબેલી છે. સરહદ પર સૈનિકોના સર કલમની ઘટના પર પણ મનમોહન સરકાર ચૂપ રહી. આ દર્દનાક ઘટનામાં પણ સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહી. ભ્રષ્ટાચારને જડથી ઉખેડવા માટે લોકપાલ બિલ માત્ર ને માત્ર ભાજપના દબાણના કારણે આવ્યું છે, નહીં તો આ કોંગ્રેસ સરકારમાં એટલો દમ નહોતો. સોનિયા ગાંધીની આંકો પર પટ્ટી બાંધેલી છે, તેથી તેમને સાચી વાત દેખાઇ રહી નથી.
ભાજપના 272 પ્લસ મિશનને લઇને તેમણે કહ્યું કે, જ્યાં આપણે નબળા છીએ, ત્યાં આપણે આ વખતે જરૂર જીતીશું. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે આ મિશન જરૂરથી હાંસલ કરીશું. દેશની જનતા આ વખતે આપણને જ મત આપશે અને આપણે સત્તા સુધી પહોંચીશુ. તેથી ભાજપના કાર્યકર્તાઓ પૂરા જોશ અને જુસ્સા સાથે પાર્ટીના આ મિશન પર જોતરાઇ જાય. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકનો રવિવારે અંતિમ દિવસ છે.












Click it and Unblock the Notifications
