ભારત જોડો યાત્રા મુદ્દે રાહુલ ગાંધીનું મોટુ નિવેદન, કહ્યું-ત્રણ હિન્હી ભાષી રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનશે

રાહુલ ગાંધી સતત શાંતિની વાત કરી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાને દરેક જગ્યાએ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભય, નફરત, મોંઘવારી અને બેરોજગારી સામે અવાજ ઉઠાવવાનો હતો.

નવી દિલ્હી : સાંસદ અને પુર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા 4 મહિનાથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને કન્યાકુમારીથી કાશ્મીર જ રહ્યા છે. રાહુલ ગાંધીએ હવે ભારત જોડો યાત્રાને લઈને એક મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે, ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં દક્ષિણની તુલનામાં વધારે સફળતા મળી છે. અહીં કોંગ્રેસ પહેલા કરતા વધારે મજબુત થઈ છે.

rahul gandhi

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન સતત કોંગ્રેસને ફરીથી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભવિષ્યમાં હિન્દીભાષી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. આ ત્રણેય ઉત્તરના રાજ્યો છે. અહીં લોકો ભય, નફરત, મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ છે. અહીં લોકો આ બધી બાબતોમાંથી મુક્તિ માટે કોંગ્રેસને સાથ આપશે.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે કોંગ્રેસ હિન્દી રાજ્યોમાં સરકાર બનાવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાને દક્ષિણના રાજ્યો કરતાં ઉત્તરના રાજ્યોમાં સારો પ્રતિસાદ મળ્યો છે.

રાહુલ ગાંધી સતત શાંતિની વાત કરી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાને દરેક જગ્યાએ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભય, નફરત, મોંઘવારી અને બેરોજગારી સામે અવાજ ઉઠાવવાનો હતો. આ કારણે કેટલાક લોકોએ કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યો અને હિન્દી હાર્ટલેન્ડમાં કોંગ્રેસની આ યાત્રાને લોકોનું સમર્થન નહીં મળે. પરંતુ વાસ્તવમાં તેનાથી વિપરીત બન્યું છે.

અહીં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાની ટીકા કરનારાઓને પણ જવાબ આપ્યો અને કહ્યું કે, કેટલાક લોકોએ કહ્યું કે જે પ્રકારનું સમર્થન અમને કેરળમાં ભારત જોડો યાત્રા માટે મળ્યું છે તે કર્ણાટકમાં નહીં મળે, જે ભાજપ શાસિત રાજ્ય છે. પરંતુ અમને ત્યાં વધુ સારો પ્રતિસાદ મળ્યો. તેમણે કહ્યું કે, યાત્રાને દક્ષિણ ભારતમાં પ્રતિસાદ મળ્યો, પરંતુ લોકોએ કહ્યું કે જ્યારે તે મહારાષ્ટ્ર પહોંચશે ત્યારે ત્યાં કોઈ પ્રતિસાદ નહીં મળે. પરંતુ જ્યારે અમે મહારાષ્ટ્ર પહોંચ્યા ત્યારે અમને અહીં દક્ષિણ ભારત કરતાં પણ સારો પ્રતિસાદ મળ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X