કોંગ્રેસમાં મોટો ફેરફાર, હરીશ રાવતની જગ્યાએ હરીશ ચૌધરી બની શકે છે પંજાબના પ્રભારી - સૂત્ર

પંજાબમાં ચાલી રહેલ કોંગ્રેસ નેતાઓના કલેશ વચ્ચે નેતૃત્વ પાર્ટી સંગઠનમાં એક મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે.

ચંદીગઢઃ પંજાબમાં ચાલી રહેલ કોંગ્રેસ નેતાઓના કલેશ વચ્ચે નેતૃત્વ પાર્ટી સંગઠનમાં એક મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. વાસ્તવમાં, સૂત્રોના હવાલાથી સમાચાર છે કે હરીશ રાવતની જગ્યાએ હરીશ ચૌધરીને પંજાબ કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરવામાં આવી શકે છે. હરીશ ચૌધરી રાજસ્થાનના અશોક ગહેલોત સરકારમાં મહેસૂલ મંત્રી છે અને તેમની ગણતરી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં કરવામાં આવે છે. આ પહેલા હાલમાં જ સમાચાર આવ્યા હતા કે હરીશ રાવતે કોંગ્રેસ નેતૃત્વને એ ભલામણ કરી છે કે ઉત્તરાખંડમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમને પંજાબ કોંગ્રેસ પ્રભારી મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે.

Harish Chaudhar

તમને જણાવી દઈએ કે પંજાબ સરકારમાં હાલમાં જ થયેલા નેત઼ૃત્વ પરિવર્તન દરમિયાન હરીશ ચૌધરીને પાર્ટી તરફથી મોકલવામાં આવ્યા હતા. સૂત્રોનુ એ પણ કહેવુ છે કે ગયા મંગળવારે જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ એ વખતે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુ વચ્ચે વાતચીત માટે હરીશ ચૌધરીએ જ મધ્યસ્થી કરી હતી. હાલમાં પંજાબ કોંગ્રેસમાંથી સંકેત મળ્યા છે કે નવજોત સિંહ સિદ્ધુ પોતાના પદ પર બની રહેશે અને તેમના જે પણ મુદ્દાઓ છે તેને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે.

સોનિયા ગાંધીને કરી પદ મુક્ત કરવાની ભલામણ

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે જેને જોતા હરીશ રાવતે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને નિવેદન કર્યુ હતુ કે તેમને હવે પંજાબ કોંગ્રેસ પ્રભારી મહાસચિવના પદ પરથી મુક્ત કરી દેવામાં આવે. જો કે આ દરમિયાન પંજાબ કોંગ્રેસના છેડાયેલુ ઘમાસાણ તેજ થઈ ગયુ ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપી દીધુ અને ચરણજીત સિંહ ચન્નીને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા. ઉત્તરાકંડમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પૂરુ જોર લગાવ્યુ છે જેના કારણે હરીશ રાવત પોતાનુ પૂરુ ધ્યાન ઉત્તરાખંડ પર આપવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X