For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપનાર અજય માકન ગાંધી પરિવારની નજીક

આજે સવારે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અજય માકને રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

આજે સવારે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અજય માકને રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે તેમણે રાજીનામા પાછળ સ્વાસ્થ્યનું કારણ આપી દીધુ છે અને એટલુ જ નહિ રાજીનામુ આપ્યા બાદ અજય માકન વિદેશ રવાના થઈ ગયા છે. જો કે કોંગ્રેસ પક્ષે માકનના રાજીનામાનો ઈનકાર કરી દીધો છે. માકનના રાજીનામાથી અટકળોનો દોર ચાલુ થઈ ગયો છે. જો કે પક્ષ સતત કહી રહ્યો છે કે અજય માકનનું સ્વાસ્થ્ય ખરાબ છે તેમનો ઈલાજ વિદેશમાં ચાલી રહ્યો છે પરંતુ તેમણે પદ પરથી રાજીનામુ નથી આપ્યુ.

અજય માકને આપ્યુ છે રાજીનામુ?

અજય માકને આપ્યુ છે રાજીનામુ?

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે માકનને શું બિમારી થઈ છે જેના માટે તે વિદેશ ગયા છે. જ્યારે મીડિયાના સૂત્રો કહી રહ્યા છે કે માકન પક્ષથી નારાજ છે. તે આમ આદમી પાર્ટી સાથે સંભવિત ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે પરંતુ પક્ષના મોટા નેતા તેમની વાત નથી સાંભળી રહ્યા અને આના કારણે જે તેમણે રાજીનામુ આપી દીધુ છે. હાલમાં આ બાબતે અજય માકનનું કોઈ નિવેદન આવ્યુ નથી. આવો નજર નાખીએ માકનની અત્યાર સુધીની સફર પર...

આ પણ વાંચોઃ નેસ વાડિયાએ છેડતીનો કેસ પાછો લેવાની માંગ કરી, પ્રીતિ ઝિંટાએ કર્યો ઈનકારઆ પણ વાંચોઃ નેસ વાડિયાએ છેડતીનો કેસ પાછો લેવાની માંગ કરી, પ્રીતિ ઝિંટાએ કર્યો ઈનકાર

ગાંધી પરિવારની જ નજીક છે માકન

ગાંધી પરિવારની જ નજીક છે માકન

માકન બે વાર લોકસભા સાંસદ અને ત્રણ વાર દિલ્હી વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત 21 વર્ષની ઉંમરમાં કરી હતી. વર્ષ 1964 માં જન્મેલા માકન 1985 માં દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ ચૂંટાયા હતા. તેઓ ગાંધી પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.

1993 માં રાજૌરી ગાર્ડનથી પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી લડી

1993 માં રાજૌરી ગાર્ડનથી પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી લડી

તેમણે 1993 માં રાજૌરી ગાર્ડનથી પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી લડી અને વિજયી થયા. ત્યારબાદ તે 1998, 2003 માં ધારાસભ્ય ચૂંટાયા. 2015 ની દિલ્હી ચૂંટણીમાં અજય માકનને કોંગ્રેસે પોતાની પ્રચાર સમિતિની કમાન સોંપી હતી.

માકનની ઓળખ દિલ્હીના તેજતર્રાર નેતા રૂપે

માકનની ઓળખ દિલ્હીના તેજતર્રાર નેતા રૂપે

માકનની ઓળખ દિલ્હીના તેજતર્રાર નેતાના રૂપમાં રહી છે. 2003 માં સતત ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂકેલા માકન 39 વર્ષની ઉંમરમાં સૌથી નાની ઉંમરના સ્પીકર બન્યા હતા. બે વાર સાંસદ રહેલા માકન મનમોહન સરકારમાં રમતગમત અને યુવા બાબતોથી લઈને શહેરી વિકાસ મંત્રીના પદ પર પણ રહી ચૂક્યા છે. માકન 2014 માં નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપની મિનાક્ષી લેખાથી ચૂંટણી હારી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કોંગ્રેસની પ્રશંસા કરીઆ પણ વાંચોઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કોંગ્રેસની પ્રશંસા કરી

English summary
Congress has issued a clarification saying Delhi Congress chief, Ajay Maken, has not resigned, but is on a week-long medical leave,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X