હજાર હાથવાળી કોંગ્રેસ સાથે લડવું મુશ્કેલ : મુલાયમ

તેમણે બુધવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ કેસ ઠોકી દેશે. તેમણે કહ્યું કે જો હું વધારે બોલીશ તો કોંગ્રેસ મારી પાછળ સીબીઆઇની તપાસ ગોઠવી મને જેલ મોકલાવી દેશે. આ કારણે કોંગ્રેસ સાથે લડવું સરળ નથી.
મુલાયમસિંહ યાદવે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના શ્યામા પ્રસાદ મુખરજીના વખાણને પણ યોગ્ય ઠેરવ્યા હતા. તેમણે જણાવ્યું કે શ્યામા પ્રસાદ મુખરજી કોઇ સામાન્ય નેતા ન હતા. તેમના વખાણ કરીને અડવાણીએ કોઇ ભૂલ કરી નથી. કારણ કે સારા નેતાઓની હંમેશા તારીફ કરવી જોઇએ.
યુપીએના મહત્વના પાર્ટી સંગઠન તરીકે મુલાયમસિંહે આ અગાઉ ક્યારેય આટલું આકરું નિવેદન આપ્યું નથી. આ નિવેદન દર્શાવે છે કે કોંગ્રેસ અને સપાના સંબંધોમાં કેટલી ખટાશ આવી ગઇ છે.












Click it and Unblock the Notifications
