‘મોદીને પ્રમોટ કરવા માટે ડિઝાઈન કરાયા છે એક્ઝીટ પોલ'
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જે રીતે તમામ એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા અને તેમાં એક વાર ફરીથી એનડીએ સરકારને પૂર્ણ બહુમત આપવામાં આવ્યો છે. તેના પર કોંગ્રેસે જોરદાર હુમલો કર્યો છે.
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જે રીતે તમામ એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા અને તેમાં એક વાર ફરીથી એનડીએ સરકારને પૂર્ણ બહુમત આપવામાં આવ્યો છે. તેના પર કોંગ્રેસે જોરદાર હુમલો કર્યો છે. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યુ કે એવુ લાગે છે કે આ એક્ઝીટ પોલ એ રીતે બનાવવામાં આવ્યા છે જેથી મોદી સરકારને પ્રોત્સાહન મળે. વળી, આ એક્ઝીટ પોલ વિશે ભાજપનું કહેવુ છે કે એક્ઝીટ પોલના પરિણામો દેશની જનતાના મૂડને દર્શાવી રહ્યા છે. જે દેશની જનતાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ, તેને જ આ એક્ઝીટ પોલ બતાવી રહ્યા છે.

પ્રમોદી તિવારીએ કહ્યુ કે અમને ખબર નથી કે આ એક્ઝીટ પોલના નંબર ક્યાંથી આવે છે. અમે ચૂંટણી દરમિયાન ઘણી યાત્રા કરી, જમીની હકીકત એકદમ અલગ છે. આપણે 23 મેના રોજ આવનાર વાસ્તવિક પરિણામો પર ભરોસો કરવો જોઈએ કારણકે આ પહેલા પણ એક્ઝીટ પોલ ઘણી વાર ખોટા સાબિત થયા છે. વળી, ઉત્તર પ્રદેશ પ્રવકતા રાકેશ ત્રિપાઠીનું કહેવુ છે કે લોકોના મંતવ્યને જ એક્ઝીટ પોલ બતાવી રહ્યુ છે. કોંગ્રેસે એ સમજવુ જોઈએ કે તેમનો રાફેલ મુદ્દો નિષ્ફળ ગયો છે. ગઈ વખતની તુલનામાં ભાજપ આ વખતે ઘણુ સારુ કામ કરશે.
વળી, સપા પ્રવકતા જૂહી સિંહનું કહેવુ છે કે અમને ખબર છે કે એક્ઝીટ પોલ સાચા પરિણામો નથી બતાવી રહ્યા, તેના પોતાના આંકડાઓમાં વિરોધાભાસ છે. અમે જાણીએ છીએ કે સપા-બસપા ગઠબંધને ઘણુ સારુ કર્યુ છે. 23મેના રોજ આવનાર પરિણામોનો ઈનકાર ન કરી શકાય. ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે મતદાન ખતમ થયા બાદ ટીવી ચેનલોએ એક્ઝીટ પોલ જાહેર કર્યા. ટાઈમ્સ નાઉ-વીએમઆર, સી વોટર, જન કી બાત, એબીપી, ઈન્ડિયા ટુડે, ન્યૂઝ નેશને મોટાભાગે એનડીએને સરળતાથી સરકાર બનાવી લેવાની વાત કહી છે કે પછી બહુમતની નજીક રહેવાનો દાવો કર્યો છે. ઘણી એક્ઝીટ પોલમાં એનડીએને 300થી વધુ સીટો મેળવવાની વાત કહી છે.












Click it and Unblock the Notifications
