For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં બની શકે છે CONG-JMM ની સરકાર, હેમંત સોરેન બની શકે છે સીએમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાંચી, 2 જૂલાઇ: ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના એક વરિષ્ઠ નેતાએ મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં 18 જૂલાઇના રોજ રાષ્ટ્રપતિ શાસન ખતમ થયા બાદ ટૂંક સમયમાં ઝામુમોના નેતૃત્વમાં એક સરકાર બની શકે છે, જેમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સર્મથન આપી શકે છે.

ઝામુમોના નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે વાતચીત સકારાત્મક દિશામાં ચાલી રહી છે અને પ્રદેશમાં જલદી જ અમારી પાર્ટીની સરકાર બની શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શકિલ અહેમદ, કોંગ્રેસના ઝારખંડ પ્રભારી બીકે હરિપ્રસાદ અને અન્ય પાર્ટીના નેતાઓએ મંગળવારે ઝામુમો પ્રમુખ શિબુ સોરેન સાથે મુલાકાત કરી હતી.

મુલાકાત બાદ અહમદે કહ્યું હતું કે 18 જૂલાઇ પહેલાં બધુ સ્પષ્ટ થઇ જશે. આ પહેલાં ઉપમુખ્યમંત્રી અને ઝામુમો પ્રમુખના પુત્ર હેમંત સોરેને સોમવારે રાત્રે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર અંતિમ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે હેમંત સોરેન દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે.

congress-jmm

સૂત્રોના જણાવ્યા અનુસાર ઝામુમો અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં સરકાર ગઠન, આગામી લોકસભા ચુંટણી અને રાજ્ય વિધાનસભા ચુંટણીમાં સીટોની વહેંચણીને લઇને ગહન વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ રાજ્યમાં 14 લોકસભા સીટોમાંથી 11 સીટો પરથી ચુંટણી લડવા માંગે છે. જો કે હજુસુધી સ્પષ્ટ નથી કે કોંગ્રેસ સરકારમાં સામેલ થશે કે બહારથી સમર્થન કરશે. 82 સભ્યોવાળી ઝારખંડ વિધાનસભામાં ઝામુમોના 18 ધારાસભ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 28 મહીના સુધી ચાલેલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી અર્જુન મુંડા સરકાર ઝામુમો દ્વારા સમર્થન પાછું ખેંચતા તે ઢળી પડી હતી. મુંડા સરકારે આઠ જાન્યુઆરીના રોજ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી અને 18 જાન્યુઆરીથી ઝારખંડમાં રાષ્ટ્ર્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું.

English summary
The Congress and Jharkhand Mukti Morcha (JMM) may form a coalition government in the state, sources said on Tuesday. As per the deal JMM leader Hemant Soren is likely to be made Jharkhand CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X