For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ મુસ્લિમ સાંસદનો સોનિયાને સવાલ, ‘શા માટે મળ્યા બુખારીને?’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂનઃ કોંગ્રેસના જૂના સભ્યો પાર્ટીની કાર્ય પ્રણાલીથી ઘણા જ નારાજ છે અને રાહુલ ગાંધી બાદ સોનિયા ગાંધીની ટીકા કરી રહ્યાં છે. કોંગ્રેસના એક પૂર્વ સાંસદે પાર્ટીની કાર્ય પ્રણાલી માટે સોનિયા ગાંધીની સખત ટીકા કરી છે. તેમણે પૂછ્યું કે સોનિયાએ લોકસભા ચૂંટણી દરમિયાન જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીને મળીને સમર્થન કેમ માંગ્યું હતું.

sonia-gandhi
ઇકોનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર લોકસભાના સાંસદ રહી ચૂકેલા મૌલાના અસરારુલ હકે કહ્યું કે, સોનિયાએ બુખારી સાથે મુલાકાત કરવાની જરૂર નહોતી. મૌલાનાએ કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન બધાને અપીલ કરવી જોઇતી હતી, પરંતુ કોઇ સમુદાય વિશેષને જ અપીલ કરવીએ યોગ્ય પગલું નહોતું. જેણે પણ આ કર્યું છેતે ખોટું છે.

મૌલાના ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય પણ છે. સમાચારે મૌલાનાને સોનિયા અને બુખારીની બેઠક અંગે પ્રશ્ન પૂછ્યો હતો. નોંધનીય છેકે સોનિયા ગાંધી ગત એપ્રિલમાં અહમદ બુખારી સાથે મુલાકાત કરી અને મુસ્લિમ નેતાઓને અપીલ કરી હતી કે તેઓ એ વાતનું ધ્યાન રાખે કે સેક્યુલર મત વેચાય ના જાય. તેમની આ વાતથી ઘણો વિવાદ થયો હતો અને ટીકાઓ પણ થઇ હતી.

મૌલાનાએ કહ્યું કે, હવે પરિસ્થિતિઓ બદલાઇ ગઇ છે. જો મોદી કામ કરશે તો તે જીતશે અને જો નહીં કરે તો તે હારશે. નવયુવાનોએ નરેન્દ્ર મોદીને મોટી માત્રામાં મત આપ્યા કારણ કે તેમણે વિકાસનું વચન આપ્યું હતું. તેમણે એમપણ કહ્યું કે, તેમની પાર્ટી મોદીને સહયોગ કરવા તૈયાર છે, જો તેઓ વિકાસને વેગ આપશે તો, પરંતુ કોઇપણ સ્થિતિમાં આર્ટિકલ 370 હટવા નહીં દે. તેમણે ચેતાવણી આપી છેકે જો આર્ટિકલ 370 હટ્યો અથવા સમાન આચાર સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો આ દેશ વેંચાઇ જશે. અમે મૌલિક અધિકારોને બદલવા નહીં દઇએ. નરેન્દ્ર મોદીએ વ્યવસ્થા હેઠળ ચાલવું પડશે.

English summary
congress leader ask question to sonia gandhi on meeting with bukhari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X