આસામમાં મહિલા સાથે બળાત્કાર કરવા બદલ કોંગ્રેસી નેતાની દશા બગડી

પીડિત મહિલાએ શોર-બરાડા પાડીને લોકોને ભેગા કરી દીધા અને આરોપી નેતા વિક્રમસિંહ બ્રહ્માને પકડી પાડ્યો અને તેની જોરદાર ધોલાઇ કરી નાખી. પોલીસે ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને મહિલાની જુબાની લીધી અને આરોપી નેતાની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આવતા મહીને જ વિસ્તારમાં પંચાયતની ચૂંટણી થવાની છે. આવામાં કોંગ્રેસ માટે આ શરમજનક સ્થિતિ બની ગઇ છે કારણ કે વિક્રમસિંહ બ્રહ્મા બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉંસિલના કોંગ્રેસ કમેટીના મુખ્ય સંયોજક છે.
કહેવાય છે કે આ કોંગ્રેસી નેતા વહેલી સવારે બે બાળકોની માતાના ઘરમાં ઘુસીને તેની પર જબરદસ્તી દુષ્કર્મ આચર્યું.












Click it and Unblock the Notifications
