For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા ભગવાન રામની નથી થઇ, દેશની જનતાની કેવી રીતે થશે: હાર્દિક

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન બાકી છે. ભાજપથી લઈને કોંગ્રેસ, સપા, બસપા ગઠબંધનના દિગ્ગજ નેતાઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન બાકી છે. ભાજપથી લઈને કોંગ્રેસ, સપા, બસપા ગઠબંધનના દિગ્ગજ નેતાઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે જન અધિકાર પાર્ટી ઉમેદવાર શિવકન્યાના સમર્થનમાં ચંદોલી જિલ્લામાં એક જનસભાને સંબોધન કર્યું. અહીં હાર્દિક પટેલે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા.

hardik patel

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ચંદોલીમાં જનસભાને સંબોધન કરતા ભાજપની મોદી સરકારને દરેક મોરચે નિષ્ફળ સરકાર ગણાવી છે. આ દરમિયાન હાર્દિક પટેલે ભાજપની તુલના સાપ સાથે કરતા કહ્યું કે અમે ગુજરાતમાં નાગપંચમીને દિવસે નાગોને દૂધ પીવડાવ્યું, પરંતુ તેમને અમને જ કરડવાનું કામ કર્યું. ગુજરાતમાં આરક્ષણ હક માંગવા પર ઓબીસી લોકો પર ગોળીઓ ચલાવવામાં આવી, જેમાં 17 લોકોનો જીવ ગયો. કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા તેમને કહ્યું કે કેન્દ્રમાં 22 લાખ અને ઉત્તરપ્રદેશમાં દોઢ લાખ સરકારી પદો ખાલી પડ્યા છે, તેને હજુ સુધી ભરવામાં નથી આવ્યા. જે પાર્ટી ભગવાન રામની નથી થઇ તે દેશની જનતાની કઈ રીતે થઇ શકે છે.

આ પણ વાંચો: Video: હાર્દિક પટેલનો પીએમ મોદી પર હુમલો - ભાજપવાળા બંધારણ ખતમ કરવા માંગે છે..

હાર્દિક પટેલે પુલવામાં હુમલા પછી ભારતની સર્જીકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉભા કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે પાકિસ્તાનમાં ખાલી જગ્યાઓ પર બૉમ્બ ફોડવાથી ખાલી પેટ નહીં ભરાય. જે રીતે આપણે ગોરાથી આઝાદી મેળવી છે, તેવી જ રીતે કાળા ગોરાથી આઝાદી પાછી લેવી પડશે. હાર્દિક પટેલે કહ્યું કે જો ભાજપ ચૂંટણી જીતી ગઈ તો વર્ષ 2019 પછી ક્યારેય ચૂંટણી નહીં થાય. નરેન્દ્ર મોદીએ મારા ગુજરાતને બરબાદ કર્યું છે, યુપીને બરબાદ ના થવા દો. હાર્દિક પટેલે દાવો કર્યો કે કોંગ્રેસની સરકાર આવ્યા પછી યુપીમાં ખાલી પડેલા દોઢ લાખ પદો ભરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસના 'યુવા ચહેરાઓ'એ કેવી રીતે ભાજપનો રસ્તો સરળ બનાવ્યો? જાણો

English summary
congress leader hardik patel attack on bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X