કોંગ્રેસ સાંસદ જગદંબિકા પાલ ભાજપમાં જોડાતા હોવાની ચર્ચા

લખનઉ, 27 ફેબ્રુઆરી: રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે ડુમરિયગંજના કોંગ્રેસ સાંસદ અને પૂર્વાંચલમાં પાર્ટીનો સૌથી ચર્ચિત ચહેરો ગણાતા જગદંબિકા પાલ ભાજપમાં જોડાવવાના છે. જો કે આ વાતની કોઇ મજબૂત પુષ્ટિ કરવા માટે તૈયાર નથી. જગદંબિકા પાલને કોંગ્રેસમાં અપમાનિત કરવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવે છે, પરંતુ ભાજપમાં જવાની ચર્ચાઓના મુદ્દે તે ગોળમોળ જવાબ આપીને ટાળી દિધું હતું.

જગદંબિકા પાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને પૂર્વાંચલથી પાર્ટીના દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી ચૂક્યાં છે. જગદંબિકા પાલ સાર્વજનિક રીતે પાર્ટી નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે પાર્ટીએ તેમનો ઉપયોગ કર્યો અને તેના બદલામાં તેમને કંઇ ન મળ્યું. જગદંબિકા પાલે કહ્યું હતું કે 'પ્રદેશના રાજકારણમાં મારાથી છ જૂનિયર લોકો મંત્રી છે. બેની પ્રસાદ વર્મા, સલમાન ખુર્શીદ, શ્રીપ્રકાશ જાયસવાલ પણ મારાથી જૂનિયર છે. કેન્દ્રિય નેતૃત્વ મને પદ આપે કે નહી, પરંતુ મારું એક સન્માન તો રહેવું જોઇએ. હું એક સીનિયર લીડર છું.

jagdambika-pal-mukhtar-abbas-naqvi.jpg

સૂત્રોના જણાવ્ય અનુસાર ભાજપની સ્ટેટ યૂનિટ જગદંબિકા પાલને પાર્ટીમાં સામેલ કરવાનો વિરોધ કરી રહી છે. એટલા માટે સંભાળીને પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કે રાજકીય વર્તુળમાં કહેવામાં આવે છે કે રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ તેમને ભાજપમાંથી ટિકીટમાંથી મળવી નક્કી થઇ ગયું છે.

પ્રદેશમાંથી કોંગ્રેસના વધુ એક સાંસદ પણ ભગવા રંગમાં રંગાવવાના હોવાની ચર્ચા છે. લખનઉની નજીક આવેલા જીલ્લામાંથી આ સાંસદે કોંગ્રેસની ટિકીટ પરથી ગત ચૂંટણીમાં ધમાકેદાર જીત નોંધાવી હતી. એક મોટા ઔદ્યોગિક કુંટુંબ સાથે તેમના ખાસ સંબંધ હોવાની વાત કહેવામાં આવે છે. તેને લઇને કહેવામાં આવે છે કે તેમની ઇચ્છા જૂના મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની છે, પરંતુ કોંગ્રેસની હવા તેમને જીતની ગેરેન્ટી આપી શકતી નથી. તેથી તે ભાજપમાંથી ટિકીટ મેળવવા માટે તોડજોડ કરી રહ્યાં છે. રાજનાથ સિંહે તેમની સાથે પણ મુલાકાત કરી હોવાનું કહેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X